Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

ભારતીયોનો લોકપ્રિય તહેવાર ' દિવાળી ' હવે વિશ્વ વ્યાપ્ત બન્યો : : તાઇવાન ,બ્રિટન ,અમેરિકા સહિતના દેશોમાંથી ભારત ઉપર વરસી રહેલો શુભેચ્છા ધોધ : બ્રિટનના પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોનસન તથા રાજકુમાર ચાર્લ્સ, તથા તાઇવાનના પ્રેસિડન્ટ સહિતના મહાનુભાવોએ દિવાળી પર્વને અંધકારમાંથી ઉજાસ તરફ લઇ જતો તહેવાર ગણાવ્યો

લંડન : ભારતીયોનો લોકપ્રિય તહેવાર હવે વિશ્વ વ્યાપ્ત બની ગયો છે.જેની નોંધ દુનિયાની  મહાસત્તાઓ પણ લઇ રહી છે.

ભારતમાં ઉજવાઈ રહેલા દિવાળી પર્વ નિમિત્તે જુદા જુદા દેશોમાંથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે. બ્રિટનના પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોનસન તથા રાજકુમાર ચાર્લ્સ, તથા તાઇવાનના પ્રેસિડન્ટ સહિતના મહાનુભાવોએ  દિવાળી પર્વને અંધકારમાંથી ઉજાસ તરફ લઇ જતો તહેવાર ગણાવ્યો છે.તેમજ જે રીતે અંધકાર ઉપર ઉજાસનો વિજય થાય છે તે રીતે આપણે સહુ પણ કોરોના ઉપર વિજય મેળવશું તેવી મનોકામના વ્યક્ત કરી છે.

(6:36 pm IST)