Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

' ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પીપલ ઓફ ઇન્ડિયન ઓરિજીન ( GOPIO ) ' : વિદેશોમાં વસતા ભારતીયોના સંગઠને જો બિડન તથા સુશ્રી કમલા હેરિસને અભિનંદન પાઠવ્યા : ભારતીય મૂળના સુશ્રી કમલા હેરિસને વાઇસ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવવાનો વિક્રમ સર્જવા બદલ ગૌરવ વ્યક્ત કર્યું

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ તથા વાઇસ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવવા બદલ જો બિડન તથા સુશ્રી કમલા હેરિસ ઉપર ઠેરઠેરથી અભિનંદન વર્ષા થઇ રહી છે.

આ પ્રસંગે વિદેશોમાં વસતા ભારતીયોના સંગઠન ' ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પીપલ ઓફ ઇન્ડિયન ઓરિજીન ( GOPIO ) ' ના ચેરમેન ડો. થોમસ અબ્રાહમે જો બિડન તથા સુશ્રી કમલા હેરિસને અભિનંદન પાઠવ્યા છે.તથા  ભારતીય મૂળના સુશ્રી  કમલા હેરિસને વાઇસ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવવાનો વિક્રમ સર્જવા બદલ ગૌરવ વ્યક્ત કર્યું છે.

તેમણે જણાવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ   ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નજીકના મિત્ર હોવા છતાં ઇન્ડિયન અમેરિકનોના મોટા સમૂહે જો બિડન તથા સુશ્રી કમલા હેરિસને સમર્થન આપ્યું હતું .

તેમણે ઉમેર્યું હતું કે અમુક ટ્રમ્પ સમર્થકોના મંતવ્ય મુજબ જો બિડન પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવવાથી ભારત સાથેના સંબંધોમાં અમુક અંશે ઓટ આવશે . પરંતુ મારી દ્રષ્ટિએ મોટા ભાગની પોલિસીઓ અંગે સર્વ સંમતિ સધાયેલી હોવાથી આવી શક્યતા ઓછી છે.તેવું યુ.એન.એન.દ્વારા જાણવા મળે છે.

(8:16 pm IST)