Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

મની પાવર વિરૃધ્ધ મેન પાવરનો વિજયઃ યુ.એસ.ના સિએટલમાં કાઉન્સીલ મેમ્બર તરીકે વિજેતા ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી ક્ષમા સાવંતનું મંતવ્યઃ પ્રતિસ્પર્ધી તરીકે એમેઝોનનું પીઠબળ ધરાવતા જાયન્ટ ઉમેદવારને પરાજીત કર્યા

સિટલેઃ યુ.એસ.ના સિએટલ સીટી કાઉન્સીલ મેમ્બર તરીકે ઇન્ડિયન અમેરિકન સોશીઆલીસ્ટ મહિલા ૪૭ વર્ષીય સુશ્રી ક્ષમા સાવંતનો વિજય થયો છે તેમણે પ્રતિસ્પર્ધી તરીકે જાયન્ટ ઉમેદવાર ગણાતા એમેઝોનનું પીઠબળ ધરાવતા એગન ઓરીઅનને પરાજીત કર્યા છે. આ સીટ ઉપર સમગ્ર દેશનું ધ્યાન હતું. જયાં મનીપાવર વિરૃધ્ધ મેનપાવરનો વિજય થયો છે તેવું સુશ્રી ક્ષમાએ જણાવ્યું હતું.

સુશ્રી સાવંત ભારતના પૂનામાં બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા છે તથા મુંબઇમાં ઉછરેલા છે તેઓ ૨૦૦૬ની સાલમાં સિએટલમાં સ્થાયી થયા હતા અને ૨૦૧૦ની સાલમાં અમેરિકાના નાગરિક બન્યા હતાં.

(8:18 pm IST)