Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

''કાલી પૂજા'': યુ.એસ.માં પૂજા સમિથિ ઓફ ગ્રેટર હયુસ્ટનના ઉપક્રમે ૩ નવે. ના રોજ ઉજવાઇ ગયેલો ઉત્સવઃ પુષ્પાંજલી, ભોગ, હવન, આરતી, ડિનર તથા સંગીત સંધ્યામાં ૪૦૦ ઉપરાંત ભાવિકો ઉમટી પડયા

યુ.એસ.માં પૂજા સમિથિ  ઓફ ગ્રેટર હયુસ્ટનના ઉપક્રમે ૩ નવે. ર૦૧૮ ના રોજ 'કાલી પૂજા' ઉત્સવ ઉજવાઇ ગયો. ઇસ્કેાન હરેક્રિષ્ના ટેમ્પલના સહયોગ સાથે  કરાયેલી ઉજવણી  અંતર્ગત ' કાલી ' માતાજીની પૂજા કરવામાં  આવી હતી. શરદ પૂર્ણિમાના દિવસે ઉજવાતો આ ઉત્સવ બંગાળી પ્રજાજનો માટે દિવાળી ઉપર કરાતા લક્ષ્મીપૂજન સમાન ગણાય છે.

આ પ્રસંગે પુષ્પાંજલી, ભોગ, હવન, આરતી તથા ડીનરનું આયોજન કરવામાં આવ્યું હતુ. તથા સંગીતના પ્રોગ્રામનું આયોજન કરાયું હતુ. જેનો ૪૦૦ ઉપરાંત ઉપસ્થિતોએ આનંદ માણ્યો હતો. તેવું IAN  દ્વારા જાણવા મળે છે.

(10:20 pm IST)
  • શુક્રવારે ઇંધણમાં ભાવમાં ઘટાડો :પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લીટરે 17 પૈસાનો થશે ઘટાડો :છેલ્લા કેટલાય દિવસોથી પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટતા વાહન ચાલકોને રાહત ;વૈશ્વિક બજારમાં ક્રૂડના ઘટતા ભાવનો ભારતને મળતો ફાયદો access_time 1:18 am IST

  • મુસ્લિમો પર અત્યાચાર મામલે ચીનને ઘેરવા ૧૫ દેશોના રાજદૂતોની યોજના : કેનેડાની આગેવાનીમાં ચીનમાં ૧૫ દેશોના દૂતાવાસોએ ૧૦ લાખથી વધુ મુસ્લિમોને અટકાયતમાં રાખવા મામલે સરકારને પત્ર મોકલવાની યોજના ઘડી, શિનજિયાંગમાં ઉઈઘર મુસ્લિમો પર થતાં અત્યાચારના સંયુકત રાષ્ટ્રના અહેવાલ બાદ વિવિધ દેશોના રાજદૂતો ચીનથી ખફા access_time 3:18 pm IST

  • અમદાવાદમાં યુવતીને લગ્નની લાલચ આપી વેચવામાં આપી કૌભાંડ ઝડપાયુ : રાજસ્‍થાનના યુવકને રૂા. ૧.૧૦ લાખમાં યુવતીને વેચી દીધીઃ દલાલ સહિત ૮ થી વધુ શખ્‍શની ધરપકડ access_time 3:40 pm IST