Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

પસેઇક કાઉન્ટી ન્યુજર્સીના સીનીયર સીટીઝને એસોસીએશન દ્વારા આયોજીત વાર્ષિક દિવાળી કાર્યક્રમ, સંગીત સંધ્યા, તેમજ ભવ્ય ભોજન સમારંભનું કરવામાં આવેલું આયોજન : ૪પ૦ જેટલા સભ્ય ભાઇ બહેનોએ આપેલી હાજરી : પસેઇક સીટી કાઉન્સીલના મેમ્બર સલીમ પટેલનું કરવામાં આવેલું બહુમાનઃ સીનીયર એસોસીએશનના અગ્રણી યાકુબભાઇ પટેલે સીનીયરોને ઉદારદીલે અનુદાન આપવા કરેલી હાકલ : પ્રમુખ અમ્રતલાલ ગાંધી તેમજ મુકેશ પંડયા અને અન્ય સીનીયર સંસ્થાના અગ્રણીઓએ પ્રવચનો કર્યા : સીધ્ધી ઇવેન્ટ સરગમ ગ્રૃપના કલાકારોએ રજુ કરેલો સંુદર સંગીતનો કાર્યક્રમઃ સીનીયર ભાઇ બહેનો ખુશખુશાલ થયા.

(કપીલા શાહ દ્વારા) શિકાગોઃ   પસેઇક કાઉન્ટી ન્યુજર્સી સિનીયર સીટીઝન એસોસીએશન દ્વારા એક વાર્ષિક  દિવાળી કાર્યક્રમનું  આયોજન પસેઇક હાઇસ્કુલમાં યોજવામાં આવ્યું હતુ. જેમાં આ એસોસીએશનના ૪પ૦ થી વધુ ભાઇ બહેનોએ હાજરી આપી હતી. નૂતન વર્ષ અને દિવાળી વર્ષની ઉજવણી કરવા માટે સીનીયરોની લાગણીને ધ્યાનમાં રાખી આ કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતુ.

શરૂઆતમાં સંગીતના  કલાકારોએ  સુંદર રીતે સંગીતનો કાર્યક્રમ રજુ કર્યો હતો. અને સૌ ભાઇ બહેનોએ તેને સારો એવો પ્રતિસાદ આપ્યો હતો, મધ્યાંતર વેળાએ સંસ્થાના સંચાલકોએ  પોતાની પ્રવૃતિઓ શરૂ કરી હતી જેમાં કાંતિભાઇ જાનીએ  સદગત મેમ્બરોને  શ્રધ્ધાંજલી અર્પી હતી. જેમા રમેશભાઇ દેસાઇ, શંકરલાલ રાણા તેમજ જસ્વંતીબેન રાણાના પુત્રનો તેમણે ખાસ ઉલ્લેખ કર્યો હતો.

સંસ્થાના મંત્રી મુકેશ પંડયાએ વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો અને તેની સાથે સાથે  વર્ષ દરમ્યાન જે વિવિધ પ્રકારની પ્રવૃતિઓ કરવામાં આવેલ તેની વિગતો પણ તેમણે આ વેળા રજુ કરી હતી. આ વેળા તેમણે  એવી પણ જાહેરાત કરી હતી કે  યાકુબભાઇ પટેલના પુત્ર સલીમ પટેલ કે જેઓ  પસેઇક સીટી કાઉન્સીલના મેમ્બર થયા છે અને તેમને પણ આ વેળા અભિનંદન આપવામાં આવ્યા હતા.

સીનીયર સીટીઝનના પ્રમુખ અમ્રતલાલ ગાંધીએ તેમજ યાકુબભાઇ પટેલે પણ પ્રાસાગિક પ્રવચનો કર્યા હતા.  અને તમામ સીનીયર ભાઇ બહેનોને જરૂરી સહાય આપવા હાકલ કરી હતી.

આ પ્રસંગે ફીસામા, બર્ગન, વેઇન, બ્રીજવોટર, તેમજ કલીફટન શહેરના સીનીયર સંસ્થાના અગ્રણીઓએ પણ હાજરી આપી હતી.ઙ્ગ જેમાં બાબુભાઇ પટેલ, વિષ્ણુભાઇ પટેલ, નાનુભાઇ ત્રિવેદી, બીપીનભાઇ શુકલ, ગટુભાઇ મીસ્ત્રી, શકુબેન પટેલ, સુર્યકાંત શુકલ, તેમજ મૃદુલા શુકલ મુખ્ય હતા.  અને તેઓને સ્ટેજ પર બોલાવીને આવકાર આપવામાં આવ્યો હતો.

આ વીધી પરિપૂર્ણ થયા બાદ સંગીતનો કાર્યક્રમ પાછો શ રૂ થયો હતો અને તે રાત્રીના ૧૧ વાગ્યા સુધી ચાલ્યો હતો. ભોજનમાં ભારથી ઘારી મંગાવવમાં આવી હતી તે સૌને પિરસવામાં આવી હતી અને તેનો આનંદમાણી સૌ વિખૂટા પડયા હતા.સામાજીક કાર્યકર ગોવિંદભાઇ શાહે પણ આ પ્રસંગે હાજરી આપી હતી. 

(10:19 pm IST)