Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

ભારતથી હજારો જોજન દૂર અમેરિકાની ધરતી ઉપર ભારતની સંસ્કૃતિ ઉજાગર કરી રહેલા શ્રી સુનિલભાઈ નાયકનો આજ 15 નવે.ના રોજ જન્મદિવસ : વિશ્વભરમાં ફેલાયેલા ગુજરાતીઓ તથા ભારતવાસીઓને' ચાલો ઇન્ડિયા' ના આયોજન દ્વારા દર બે વર્ષે એક છત્ર હેઠળ અમેરિકામાં ભેગા કરવાનો રેકોર્ડ શ્રી સુનિલભાઈના નામે : AIANA સંસ્થાના પ્રમુખ તથા જાણીતા મોટેલિયર-ઉદ્યોગપતિ શ્રી સુનિલ નાયક ઉપર વરસી રહેલો જીવેમ શરદ:શતમ શુભેચ્છાઓનો ધોધ

દિપ્તીબેન જાની દ્વારા : ન્યુજર્સી : ભારતથી હજારો માઇલ દૂર અમેરિકાની ધરતી ઉપર માત્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતની  સંસ્કૃતિનો ધબકાર કોઇને જોવો હોય તો તે અચુક અમેરિકાના જાજરમાન ઉદ્યોગપતિ મોટેલિયર એવા ગુજરાતી અમેરિકન શ્રી સુનિલભાઇ નાયક દ્વારા જોઇ શકે છે. માણી શકે છે. વિશ્વભરમાં ફેલાયેલા માત્ર ગુજરાતીઓ નહીં પરંતુ ભારતવાસીઓને અમેરિકામાં એક છત્ર હેઠળ દર બે વર્ષે ભેગા કરવા માટે અત્યાર સુધી' ચાલો ગુજરાત ' નું આયોજન કરતા શ્રી સુનિલભાઈએ વર્ષે' ચાલો ઇન્ડિયા' નું આયોજન કરી રેકોર્ડ બ્રેક કર્યો હતો.

  ગુજરાતના અમદાવાદમાં જન્મેલા શ્રી સુનિલભાઈ નાયકનો આજ 15 નવે.ના રોજ જન્મદિવસ છે. તેઓ AIANA  દ્વારા પણ કાયમ વતનની સંસ્કૃતિને ધબકતી રાખવા સતત કાર્યશીલ રહે છે.તેમની સાંસ્કૃતિક યાત્રામાં અકિલાનો સંગાથ હરહંમેશ તેમની સાથે રહ્યો છે.આજરોજ તેમના જન્મદિવસ નિમિત્તે ચોમેરથી તેમના ઉપર જીવેમ શરદ:શતમ શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.શ્રી સુનિલભાઈનું ઈમેલ એડ્રેસ :  suvahi@aol.com છે.

(9:48 am IST)