Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

યુ.એસ.ના વુડલેન્‍ડમાં આવેલા હિન્‍દુ મંદિરમાં દિવાળી ઉત્‍સવ ઉજવાયોઃ ૫ હજાર ઉપરાંત લોકોએ આ પ્રસંગે આયોજીત ‘‘દિવાળી મેલા''ની મોજ માણી

ટેકસાસઃ યુ.એસ.ના વુડલેન્‍ડમાં આવેલા હિન્‍દુ ટેમ્‍પલમાં ૫ નવેં.ના રોજ ‘‘દિવાળી મેલા''નું આયોજન કરાયું હતું. જેમાં વુડલેન્‍ડ ઉપરાંત કોલોરાડો સહિતના દૂરના વિસ્‍તારોમાંથી પણ લોકો ઉમટી પડયા હતા. જે મુજબ પાંચ હજાર જેટલા લોકોએ દિવાળી ઉત્‍સવનો આનંદ માણ્‍યો હતો.

મેળામાં આવેલા પ્રજાજનોએ જુદી જુદી સ્‍વાદિષ્‍ટ વાનગીઓનો સ્‍વાદ માણ્‍યો હતો.  આ તકે આદુ મિશ્રીત ‘‘મોદી ચાય''એ ભારે આકર્ષણ જમાવ્‍યું હતું. ઉપરાંત જવેલરી, વસ્‍ત્રો, હેન્‍ડીક્રાફટ સહિતની વસ્‍તુઓના બુથોએ ભારે ભીડ જોવા મળી હતી. ઇન્‍ડિયન મ્‍યુઝીક તથા ડાન્‍સનો આનંદ પણ સહુએ માણ્‍યો હતો. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(10:14 am IST)