Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

યુ.એસ.માં આજીવન કેદની સજા ભોગવી રહેલા ઇન્‍ડિયન અમેરિકન વિરેન્‍દ્ર ગોવિનએ આત્‍મહત્‍યા કરીઃ ૨૦૦૨ની સાલમાં ૪ હત્‍યાઓ કરવાના આરોપસર મૃત્‍યુ પર્યત જેલની સજા થઇ હતી

કેલિફોર્નિયાઃ અમેરિકાના લોસ એન્‍જલસમાં ૪ હત્‍યાઓ કરવાના આરોપસર જેલવાસ ભોગવી રહેલા પ૧ વર્ષીય ઇન્‍ડિયન અમેરિકન વિરેન્‍દ્ર ગોવિનનો મૃતદેહ ૫ નવેં.ના રોજ સ્‍ટેટની જેલમાંથી મળી આવ્‍યો છે. પ્રાથમિક તબકકે તેણે આત્‍મહત્‍યા કરી હોવાનું તારણ છે.

વિરેન્‍દ્રને ૨૦૦૪ની સાલમાં ૪ હત્‍યાઓ કરવાના આરોપસર જેલસજા થઇ હતી. તેના ઉપર ૪૨ વર્ષીય ગીતા કુમાર, ૧૮ વર્ષીય પ્‍લારા કુમાર, ૧૬ વર્ષીય તુલસી કુમાર, તથા ૬૩ વર્ષીય સીતાબેન પટેલની હત્‍યાનો આરોપ હતો. આ હત્‍યાઓ ધંધાકીય ઝઘડાને કારણે ૨૦૦૨ની સાલમાં થઇ હતી. તેથી તેને ૨૦૦૫ની સાલમાં આજીવન કેદની સજા થઇ હતી. જે તેણે મૃત્‍યુ પયઁત ભોગવવાની હતી. તેનો ભાઇ પ્રવિણ પણ ૨૦૦૫ની સાલથી આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:06 pm IST)
  • અમેરીકાના સાંસદોએ ઉઈઘર મુસ્લિમો પર દમન ગુજારવા બદલ ચીન પર પ્રતિબંધો લાદતુ બીલ રજૂ કર્યુ access_time 3:18 pm IST

  • મોડાસામાં અરવલ્લી ભાજપનું સ્નેહમિલન ભીખુભાઇ દલસાણીયા,ભરત પંડ્યા,કે સી પટેલ હાજર ભરત પંડ્યા એ જણાવ્યુ હતુ કેજાતિવાદ,પ્રાંતવાદ કોંગ્રેસની દેનઅશાંતિ,હિંસા ફેલાવવું તે કોંગ્રેસનું કામભાજપના સ્નેહ મિલન થકી એકતાનો વિચાર આપીશું access_time 2:44 pm IST

  • સાયલાનાં વાટાવચ્છ ગામનાં નર્સની હત્યા કરનાર શાંતુ કાઠી ર દિવસના રિમાન્ડ ઉપર : ફાંસીની સજા આપવા કોળી સમાજના આગેવાનોની માંગણી access_time 3:07 pm IST