Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

દિવાળી ઉત્સવની ઉજવણી ડિનર તથા મ્યુઝીક પ્રોગ્રામ ''સૂર સંધ્યા'' સાથે કરાશેઃ યુ.એસ.માં એશિઅન અમેરિકન સિનીયર સેન્ટર સેયરવિલ્લે તથા મિડલસેક્ષ કાઉન્ટીના ઉપક્રમે ૧૭ નવેં.ના રોજ કરાયેલું આયોજન

ન્યુયોર્કઃ યુ.એસ.માં એશિઅન અમેરિકન સિનીયર એશોશિએશન (AASC) ઓફ સેયરવિલ્લે તથા મિડલસેક્ષ કાઉન્ટીના ઉપક્રમે ૧૭ નવેં. શનિવારના રોજ દિવાળી ઉત્સવ ઉજવાશે. જે પ્રસંગે ડિનર તથા મ્યુઝીક પ્રોગ્રામ ''સૂર સંધ્યા''યોજાશે.

સેયરવિલ્લે સિનીયર સેન્ટર, ૪૨૩, મેઇન સ્ટ્રીટ સેયરવિલ્લે ન્યુજર્સી મુકામે થનારી ઉજવણીનો સમય બપોરે ૪ વાગ્યાથી શરૃ થશે. જેમાં જોડાવા માટે સહુને આમંત્રણ પાઠવાયું છે. જે માટે ૧૨ નવેં. સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લેવું જરૃરી છે.

વિશેષ માહિતી AASC પ્રેસિડન્ટ શ્રી સુભાષ દોશી ૭૩૨-૬૯૨-૪૦૨૭, તથા શ્રી પોપટભાઇ પટેલ ૭૩૨-૫૫૮-૭૨૩૬, સેક્રેટરી સુશ્રી મંજુલાબેન પટેલ ૭૩૨-૫૨૫-૦૫૨૨, સુશ્રી નિતાબેન દોશી ૮૪૮-૨૦૭-૮૬૫૩ અથવા શ્રી ગોવિંદ શાહના કોન્ટક નં.૭૩૨-૫૮૯-૫૮૭૬ દ્વારા મેળવી શકાશે. તેવું શ્રી ગોવિંદ શાહની યાદી જણાવે છે.

(10:29 pm IST)
  • ડભોઇમાં ૩ વર્ષથી પગાર ન મળતો હોવાના આક્ષેપ સાથે બે કર્મચારીઓએ ઝેરી પાવડર ખાઇને કર્યો આપઘાતનો પ્રયાસ access_time 3:41 pm IST

  • ડભોઇ શિનોર ચોકડી પાસે આવેલી ફોરેસ્ટ વિભાગ ની ઓફીસ માં ફરજ બજાવતા બે રોજમદાર છેલ્લા ત્રણ વર્ષથી પગાર થી વંચિતબંને કર્મચારી એ ઝેરી પાવડર ખાઇ આત્મવિલોપન કરી કોશિશસારવાર અર્થે સરકારી દવાખાને ખસેડાયા access_time 2:43 pm IST

  • જો ઓસ્ટ્રેલિયા સ્લેજિંગ કરશે તો ભારત ઈંટનો જવાબ પથ્થરથી આપશે : આ પ્રવાસ શાંતિપૂર્ણ રહે એવી આશા ભારતીય કેપ્ટને વ્યકત કરી : કોહલી access_time 1:16 pm IST