Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

યુ.એસ.માં ઇન્ડિયા સેન્ટર ન્યુયોર્કના ઉપક્રમે ૧૭ નવેં.ના રોજ ''સરસ્વતી કલાસિકલ આર્ટસ ફેસ્ટીવલ'' યોજાશે

ન્યુયોર્કઃ યુ.એસ.માં ઇન્ડિયા સેન્ટરના ઉપક્રમે ન્યુયોર્ક મુકામે ૧૭ નવેં.૨૦૧૮ના રોજ ૧૨મો વાર્ષિક ''સરસ્વતી કલાસિકલ આર્ટસ ફેસ્ટીવલ''ઉજવાશે.

MNN 537,W 59મી સ્ટ્રીટ, ન્યુયોર્ક મુકામે થનારી ઉજવણીનો સમય સાંજે ૬ વાગ્યાથી શરૃ થશે. જેનો લાભ લેવા તમામ કલા રસિકોને આમંત્રણ પાઠવાયું છે.

વિશેષ માહિતિ www.theindiacenter.org  દ્વારા મળી શકશે. તેવું સુશ્રી વીણા શેટ્ટીની યાદી દ્વારા જાણવા મળે છે.

(10:28 pm IST)