Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

''થોટ ઓફ ધ ડે'': BBC રેડિયો ઉપર નિયમિત પણે થોટ રજુ કરતાં ભારતીય મૂળના શીખ લોર્ડ ઇન્દરજીત સિંઘ નારાજઃ શીખ સિધ્ધાંતોના ઉલ્લેખથી મુસ્લિમો ખફા થવાના ભયે સેન્સરશીપ લદાતા BBC સાથે છેડો ફાયયો

લંડનઃ BBC રેડિયો ઉપર નિયમિત પણે ''થોટ ઓફ ધ ડે'' રજુ કરતાં શીખ અગ્રણી લોર્ડ ઇન્દરજીત સિંઘએ રેડિયો ઉપર ઉપરોકત થોટ ઓફ ધ ડે રજુ કરવાનું બંધ કરી દીધુ છે.

તેમણે શીખ ધર્મમાં આવતી માનવ હિતકારી વાતો તથા તે માટે ગુરૂ તેગ બહાદુરના બલિદાનની વાતનો ઉલ્લેખ કરતા મુસ્લિમ બિરાદરો નારાજ થશે તેવો ભય લાગતા BBC એ તેમને શીખ સિધ્ધાંતો અંગે બોલવા ઉપર એક લગાવી દીધી હતી. પરિણામે તેમણે ઉપરોકત ટોક આપવાનું બંધ કરી દઇ BBC સાથે છેડો ફાડી નાખ્યો હોવાનું જાણવા મળે છે.

(8:21 pm IST)