Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

ઓસ્ટ્રેલિયાના મેલ્ટનમાં આજ ૧૨ ઓકટો. શનિવારે ''શરદ પૂર્ણિમા'' ઉત્સવઃ ડી.જે.દાંડીયા નાઇટ દરમિયાન સરપ્રાઇઝ ઇનામોની વણઝારઃ ફોક ડાન્સ, બોલીવુડ તથા ટ્રેડીશ્નલ મ્યુઝીક સાથે ઉજવણી કરાશે

ઓસ્ટ્રેલિયાઃ શરદ પૂર્ણિમા ઉત્સવ નિમિતે આજ ૧૨ ઓગ.૨૦૧૯ શનિવારના રોજ મલ્ટી કલ્ચરલ ઇવેન્ટસ ગૃપ ઓફ ઓસ્ટ્રેલિયાના ઉપક્રમે ૨૩૮,હાઇ સ્ટ્રીટ મુકામે ''મેલ્ટન શરદ પૂર્ણિમા ડી.જે.દાંડીયા નાઇટ ૨૦૧૯'' ઉજવાશે. જેનો સમય સાંજે ૬ વાગ્યાથી રાત્રિના ૧૧.૩૦ કલાક (AEDT) સુધીનો રહેશે.

એબીસીડી બોલીવુડ ડાન્સ સ્કૂલ દ્વારા સ્પોન્સર કરાયેલ આ પ્રોગ્રામમાં દાંડીયા રાસ દરમિયાન વિવિધ સરપ્રાઇઝ ઇનામોની વણઝાર સાથે ફોક ડાન્સ, બોલીવુડ તથા ટ્રેડીશ્નલ મ્યુઝીક સાથે ઉજવણીનો આનંદ માણવાની તક મળશે.

વિશેષ માહિતી શ્રી અંકુર પંડ્યા ૦૪૩૩  ૯૧૨ ૩૫૩ અથવા સુશ્રી શ્વેતા પંડ્યાનો કોન્ટેક નં.૦૪૩૩ ૩૪૬ ૬૭૨ દ્વારા મળી શકશે.

(9:56 pm IST)