Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

અમેરિકામાં પ્રથમ USAના ઉપક્રમે ૨૯ તથા ૩૦ સપ્‍ટેં ૨૦૧૮ના રોજ વાર્ષિક ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ યોજાયાઃ ત્રિસ્‍ટેટ તથા કેલિફોર્નિયા ચેપ્‍ટરના ઉપક્રમે યોજાયેલા પ્રોગ્રામમાં સેનેટર સુશ્રી કમલા હેરિસ તથા ગૂગલના CEO શ્રી સુંદર પિઆઇએ હાજરી આપી

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ અમેરિકામાં ‘‘પ્રથમ USA''ના ત્રિસ્‍ટેટ તથા બે એરિયા કેલિફોર્નિયા ચેપ્‍ટર્સના ઉપક્રમે ૨૮ તથા ૨૯ સપ્‍ટેં. ૨૦૧૮ના રોજ વાર્ષિક ફંડ રેઇઝીંગ પ્રોગ્રામનું આયોજન કરાયું હતું.

ન્‍યુયોર્ક મુકામે યોજાયેલા પ્રોગ્રામના મુખ્‍ય વકતા તરીકે યુ.એસ. સેનેટર સુશ્રી કમલા હેરિસએ હાજરી આપી હતી. તથા પાલો આલ્‍ટો મુકામે યોજાઇ ગયેલ પ્રોગ્રામના ગેસ્‍ટ ઓફ ઓનર તરીકે ગૂગલના CEO શ્રી સુંદર પિઆઇ હાજર રહ્યા હતા.

બંને દિવસ દરમિયાન યોજાયેલા આ ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ અંતર્ગત અનુક્રમે ૩.૬ મિલીયન તથા ૧.૨ મિલીયન ડોલર ભેગા થઇ ગયા હતા.

આ તકે ન્‍યુયોર્ક પ્રથમના CEO સુશ્રી રૂખમણી બેનરજીએ પ્રથમ દ્વારા બાળકોના શિક્ષણ માટે વિતરણ કરાયેલા ૨૦ હજાર ટેબલેટ વિષે માહિતી આપી હતી.

ઉલ્લેખનીય છે કે પ્રથમ દ્વારા અત્‍યાર સુધીમાં ભારતના જરૂરિયાતમંદ ૫૮ મિલીયન સ્‍ટુડન્‍ટસને શિક્ષણ માટે સહાય પૂરી પાડવામાં આવી છે. પ્રોગ્રામની હાઇલાઇટ TVAsia ચેનલ પર જોઇ શકાશે. તેવું TVAsia ન્‍યુઝ દ્વારા જાણવા મળે છે.

(10:09 pm IST)