Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

દિવાળીના તહેવારોમાં કિંમતી ઘરેણા પહેરીને ન નીકળશોઃ બ્રિટન પોલીસ ડીપાર્ટમેન્ટની ભારતીય સમુદાયને અપીલઃ લંડનમા ભારતીય દંપતિ લૂટાયાનો વીડિયો વાઇરલ કર્યો

લંડનઃ અમેરિકા પછી હવે બ્રિટનના પોલીસ ડીપાર્ટમેન્ટએ પણ ભારતીયોને સાવચેત કર્યા છે. જે મુજબ દિવાળી તહેવારોમાં  કિંમતી ઘરેણા પહેરીને ન નીકળવા જણાવ્યું છે. જેની પ્રતિતિ કરાવવા લંડનમા ભારતીય દંપતિ સાથેની લંૂટફાટનો વીડિયો પણ પ્રસારિત કર્યો છે.

બ્રિટન પોલીસ ડીપાર્ટમેન્ટએ જણાવ્યા મુજબ ગયા વર્ષે આવી લૂંટફાટનો ૧૮૯૧ જેટલા ભારતીયો ભોગ બન્યા હતા. તથા ૯૦ લાખ પાઉન્ડની કિંમતના ઘરેણાં ચોરાયા હતા. તેથી આવા અપરાધો થતા અટકાવવા સોના ચાંદીના આભૂષણો પહેરી તહેવારો ઉપર મંદિરે કે અન્ય સ્થાનો ઉપર જવાનુું ટાળવા અનુરોધ કર્યો છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(12:00 am IST)