Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

અમેરિકામાં બદ્રિકાશ્રમ કેલિફોર્નિયા મુકામે નવરાત્રી ઉત્સવ શરૂ : 19 ઓક્ટો સુધી ઉજ્વાનારા ઉત્સવ અંતર્ગત દરરોજ સવારે ચંડીપાઠ, તથા દુર્ગા હોમ,અને સાંજે શ્રી લલીથા સહસ્ત્રનામ પૂજા તથા આરતીનું આયોજન : 19 ઓક્ટો ના રોજ વિજયા દશમી ઉત્સવ ઉજવાશે

કેલિફોર્નિયા :યુ.એસ.માં બદ્રિકાશ્રમ,15602 મૌબર્ટ એવ સાન લિએન્ડ્રો કેલિફોર્નિયા મુકામે  10 ઓક્ટો થી 19 ઓક્ટો 2018 દરમિયાન નવરાત્રી ઉત્સવ ઉજવાશે.ઉત્સવની ઉજવણી અંતર્ગત દરરોજ સવારે 5 થી 7 વાગ્યા દરમિયાન ચંડીપાઠ કરાશે,બાદમાં 11થી 1 વાગ્યા દરમિયાન દુર્ગા હોમ કરાશે તથા સાંજે 6-30 થી રાત્રીના 8 વાગ્યા દરમિયાન શ્રી લલીથા સહસ્ત્રનામ પૂજા તથા આરતીનું આયોજન કરાયું છે.

19 ઓક્ટો ના રોજ વિજયા દશમી ઉત્સવ ઉજવાશે.દિવસે સાંજે 5 વાગ્યે દુર્ગા હોમ કરાશે,બાદમાં ઈલોરા ઝા તથા ગ્રુપ દ્વારા સાંજે 7 કલાકે શ્રી મહિસાસુર મર્દિની કાર્યક્રમ યોજાશે.બાદમાં આરતી થશે.તથા મહાપ્રસાદ બાદ રાત્રે 8 કલાકે રાસ ગરબાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:33 pm IST)