Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

" ઇન્ડિયા ઈન ઈઝરાઈલ " : ભારતમાં ઉજવાઈ રહેલા હિન્દી દિવસ નિમિત્તે ઈઝરાયલમાં' લાલછડી મેદાન ખડી ' ગીત વાઇરલ કરાયું : જુના જમાનાની બૉલીવુડ ફિલ્મ જાનવર ના આ ગીતે ભારતમાં ધૂમ મચાવી હતી

તેલઅવીવ : આજ 14 સપ્ટેમ્બરના રોજ ભારતમાં ઉજવાઈ રહેલા હિન્દી દિવસમાં ઈઝરાઈલ પણ શામેલ થયું છે.જ્યાં જુના જમાનાની બૉલીવુડ ફિલ્મ જાનવર નું લોકપ્રિય ગીત ' લાલછડી મેદાન ખડી ' સોશિઅલ મીડિયામાં વાઇરલ કરાયું છે.જે સ્વ.મહમદ રફીએ ગાયુ હતું અને શંકર જયકિશને સંગીત આપ્યું હતું .
આ ગીતનો વિડિઓ ઈઝરાઈલ ખાતેના ભારતીય દૂતાવાસે રિલીઝ કર્યો છે.જ્યાં એક ઇઝરાયલી નાગરિક આ ગીત ગાઈ રહ્યો છે.જે તેને માત્ર એક લીટી નહીં પણ અડધા ઉપરાંત ગીત ગયું છે.જે ટ્વીટર ઉપર પોસ્ટ કરાયું છે.

(8:43 pm IST)