Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

કોરોના વાઇરસ ઉપર નિયંત્રણ માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મારા વખાણ કર્યા છે : ડેમોક્રેટ જો બિડન અત્યાર સુધીના પ્રેસિડન્ટ પદ માટેના સૌથી નબળા ઉમેદવાર છે : તેઓ જીવે છે કે નહીં તેની તેમને ખુદને પણ ખબર નથી : નેવાડામાં ચૂંટણી પ્રચાર સમયે ડોનાલ્ડ ટ્રમ્પનું ઉદબોધન

વોશિંગટન : અમેરિકામાં 3 નવેમ્બરના રોજ યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીના ઉમેદવારો વર્તમાન રિપબ્લિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટ ઉમેદવાર જો બિડન વચ્ચે સામસામી આક્ષેપબાજી શરૂ થઇ ગઈ છે.
તાજેતરમાં નેવાડા મુકામે યોજાયેલી પ્રચાર રેલીમાં ડોનાલ્ડ ટ્રમ્પએ જણાવ્યું હતું કે કોરોના વાઇરસ ઉપર નિયંત્રણ માટે ભારતના વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ પણ મારા વખાણ કર્યા છે . તેમણે હરીફ ઉમેદવાર જો બિડનને ઝપટમાં લેતા જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ પદ માટેના અત્યાર સુધીના ઉમેદવારોમાં તેઓ સૌથી વધુ નબળા ઉમેદવાર છે.
તેમણે ઉમેર્યું હતું કે બિડનને પોતાને પણ ખબર નથી કે તેઓ જીવે છે કે મરેલા છે.
ટ્રમ્પની આક્ષેપબાજી વચ્ચે ડેમોક્રેટ સમર્થકોએ સામો આક્ષેપ કરતા જણાવ્યું હતું ટ્રમ્પની રેલીઓમાં માસ્ક એન્ડ સોશિઅલ ડીસ્ટન્સના ધજ્જિયા ઉડી રહેલા જોવા મળે છે.

(12:03 pm IST)