Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

અમેરિકામાં પ્રેસિડન્ટ પદની ચૂંટણીના કાવાદાવા : માત્ર આપસી યુદ્ધ નહીં : વિદેશોનો પણ હસ્તક્ષેપ : ચીન ,ઈરાન ,તથા રશિયાના હેકરો પ્રેસિડન્ટ પદના બંને હરીફ ઉમેદવારોના ઈમેલ હેક કરી રહ્યા હોવાનો ચોંકાવનારો અહેવાલ

વોશિંગટન : અમેરિકામાં પ્રેસિડન્ટ પદ માટેની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે.તેમ તેમ ડેમોક્રેટ અને રિપબ્લિકન ઉમેદવારો અનુક્રમે જો બિડન અને ડોનાલ્ડ ટ્રમ્પ એકબીજા ઉપર આક્ષેપોની ઝડી વર્ષાવી રહ્યા છે.તે બહુ સામાન્ય બાબત છે.પરંતુ અસામાન્ય બાબત એ છે કે આ બંને ઉમેદવારોના ઈમેલ હેક કરી તેમને હરાવવા ચીન ,રશિયા ,તથા ઇરાનના હેકરો સક્રિય થઇ ગયા છે.
પ્રાપ્ત અહેવાલો મુજબ ગુપ્તચર એજન્સીઓ, ફેસબુક અને ટ્વિટર પછી હવે માઈક્રોસોફ્ટે પણ તેની ચેતવણી આપી છે. રશિયા સાથે ચીન અને ઈરાનના હેકર પણ ડેમોક્રેટિક અને રિપબ્લિકન પાર્ટીના કેમ્પેઈન સ્ટાફ, કન્સલ્ટેન્ટ અને થિંક ટેન્કને નિશાન બનાવી રહી છે.
જોકે માઈક્રોસોફ્ટે અચરજ પમાડે તેવી વાત કરી છે. એ તે છે કે ચીનના હેકર ટ્રમ્પ કેમ્પેઈનથી વધારે બાઈડન કેમ્પેઈનને નિશાન બનાવી રહ્યા છે. તો ઈરાન ટ્રમ્પ કેમ્પેઈનને હેક કરવાની કોશિશમાં છે, જ્યારે રશિયા બન્ને પાર્ટીઓને નિશાન બનાવી રહી છે.
ગત મહિને નેશનલ ઈન્ટેલિજન્સના ડાયરેક્ટરે કહ્યું હતું કે ચીન ઈચ્છે છે કે ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડન 2020ની ચૂંટણીમાં જીતે. જો કે માઈક્રોસોફ્ટે બીજીવાત એ જણાવી છે કે ચીનના હેકર બાઈડનની કેમ્પેઈન ટીમના લોકોના ઈ-મેઈલને હેકર કરવાની કોશિશ કરી રહ્યા છે.
સાથે એકેડમિક અને નેશનલ સિક્યુરિટી સાથે જોડાયેલા લોકોને પણ નિશાન બનાવી રહ્યા છે. માઈક્રોસોફ્ટે જણાવ્યું છે કે ચીનના હેકરોના ટાર્ગેટમાં ટ્રમ્પ સાથે જોડાયેલ માત્ર એક અધિકારી છે. તેનું નામ જણાવ્યું નથી.
માઈક્રોસોફ્ટ મુજબ રશિયાની મિલિટ્રી ઈન્ટેલિજેન્સ યૂનિટ જીઆરયુ આ વખતે વધારે ગુપ્ત રસ્તો અપનાવી રહ્યું છે.તેનો હેતુ કેમ્પેઈન સાથે જોડાયેલા લોકોના ઈ-મેઈલ હેક કરી અને લીક કરવાનો છે. 2016માં હિલેરી ક્લિન્ટનના કેમ્પેઈનના ઈમેઈલને હેક કરી લીક કર્યા હતા.
રશિયાના  હેકર ટોર (એક સોફ્ટવેર)ના માધ્યમથી એટેક કરી રહ્યા છે. તેનાથી હેકરની ઓળખ સરળતાથી થતી નથી. ચીન અને ઈરાનના હેકરોની પણ દખલ છે, પરંતુ એટલી નથી જેટલી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેની પાર્ટીના લોકો જણાવી રહ્યા છે.
માઈક્રોસોફ્ટની ચેતવણી મુજબ ચીન અને ઈરાનના હેકરોની સરખામણીમાં રશિયાના જીઆરયુના હેકરો સૌથી વધારે ખતરનાક છે. માઈક્રોસોફ્ટની ચેતવણી પહેલા ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે રશિયાની સંસદના ત્રણ અને યુક્રેનની સંસદના એક મેમ્બર ઉપર પ્રતિબંધ મૂક્યો છે. તેઓ ઉપર આગામી ચૂંટણીને પ્રભાવિત કરવાનો આરોપ છે. રશિયા ઘણી રીતે ચૂંટણીને પ્રભાવિત કરવાની કોશિશમાં છે.

(6:36 pm IST)