Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

યુ.એસ.માં શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ ડલ્લાસની પ્રવૃતિઓથી બીજેપી આગેવાનોએ ખુશી વ્યકત કરીઃ સંતોએ આશિર્વાદ આપ્યા

ટેકસાસઃ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ મંદિર, ડલ્લાસ, ટેકસાસ મુકામે બીજેપી લીડર ડો.વિજયા શંકર, શ્રી ઘનશ્યામભાઇ કાકડિયા, સુબોદાસ ગુપ્તા, ગુરૂકુળના શ્રી જગદીશ સુતરીયા, શ્રી બાબુભાઇ બાબરીયા, શ્રી ભરત ગજેરા, શ્રી સુધીરભાઇ સાકરિયા, શ્રી હિતેષ ગોંડલીયા, શ્રી જયસુખભાઇ હિરપરા, તથા સંજયભાઇ માલાણીએ હાજરી આપી હતી. જેઓને સંતોએ મંદિરની પ્રવૃતિઓથી વાકેફગાર કરી આશિર્વાદ આપ્યા હતાં. જેઓ મંદિરની પ્રવૃતિઓ જોઇ ખુશ થયેલ તેવું શ્રી સુભાષ શાહની યાદી જણાંવે છે.

(10:26 pm IST)
  • નવા ટ્રાફીક કાનુનનો અમલ શરૂ પરંતુ રાજકોટમાં બપોરે ૧૨ સુધીમાં કોઇપણ સ્થળે ફીઝીકલ ચેકીંગ ચાલુ નથી થયું: કેમેરા દ્વારા મેમા ફટકારાય તેવી શકયતાઃ જેથી માથાકુટો ન સર્જાય access_time 12:24 pm IST

  • કેન્દ્ર ને ઝટકો આપતી સુપ્રીમ કોર્ટ : સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ગુલામ નબી આઝાદને કાશ્મીરની મુલાકાત લેવાની મંજૂરી આપી છે. આ સમય દરમિયાન તે ચાર જિલ્લાની મુલાકાત લઈ શકે છે. જો કે, તે આ સમયગાળા દરમિયાન કોઈપણ રાજકીય કાર્યક્રમમાં ભાગ લઈ શકશે નહીં. એકવાર ત્યાં પહોંચ્યા પછી, તે સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરશે. આ સંદર્ભે કેન્દ્રને નોટિસ આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની મંજૂરી બાદ હવે ગુલામ નબી આઝાદ બારામુલ્લા, અનંતનાગ, શ્રીનગર અને જમ્મુ જિલ્લાની મુલાકાત લઈ શકે છે. access_time 12:28 pm IST

  • રાજ્યમાં ટ્રાફિકના નવા નિયમનના અમલવારી માટે પોલીસતંત્ર સજ્જ : નવા નિયમની અમલવારીને લઈને ટ્રાફિકના ઉચ્ચ અધિકારીઓની બેઠક : નિયમની કડક અમલવારી કેવી રીતે કરાવવી તે અંગે બેઠકમાં મહત્વના નિર્ણય લેવાયા:સામન્ય લોકો સાથે સાથે પોલીસ કર્મીઓને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સૂચના : access_time 12:51 am IST