Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

અમેરીકા- કેલિફોર્નિયા માં ૨૦૦ વર્ષ પ્રાચિન ગણેશજીની સ્થાપના થીઉજવાયો ગણેશ ઉત્સવ

કેલિફોર્નિયા : અમેરિકામાં  કેલિફોર્નિયાના એનાહેમ ટાઉનમાં રહેતા રવિભાઈ અને ભારતીબેન શાહ ના નિવાસ

સ્થાને તા. મી સપ્ટેમ્બર ના રોજ સાંજે વાગ્યા થી રવિભાઈ નું મિત્ર

મંડળ અને સગા સંબધી ગણેશ ચતુર્થી નિમિત્તે  ભેગા થયા હતા.. અત્રે જે

ગણેશજી ની મુર્તિ ની સ્થાપના કરવામાં આવેલ છે તે લગભગ ૨૦૦ વર્ષ પ્રાચિન

છે.... અને તે પેઢીથી મુંબઈના જયંતિલાલ વેણિલાલ શાહ પરીવાર ના કુટુંબ

માં ગણેશ ચતુર્થી  ની ઉજવણી માં ગણેશજી ની સ્થાપના કરવામાં

આવતી....તેમના પરીવારના ઉષાબેન જયેંદ્રભાઈ શાહ,નીલાબેન જયંતિલાલ પરીખ,અને

ભારતીબેન કીરીટભાઈ મરચન્ટ સૌ ભેગા મળીને પ્રસંગ ઉજવતા આવ્યા છે... હવે છેલ્લા ૪૨ વર્ષ થી  અમેરીકામાં ખુબ ઉત્સાહથી ઉજવણી કરવામાં આવે છે... આવખતે ખાસ ૧૨ જ્યોતિલીંગ  પણ દર્શન માટે સ્થાપિત કરવામાં આવેલ આઉજવણી માં ભાગ લેવા તથા દર્શન માટે રવિભાઈના ફ્રેન્ડ સર્કલની સાથે તેમના કુટુંબી ગ્રાન્ડ પુત્ર-પુત્રી વગેરે ખૂબ સુંદર ભાવ ગીત અને સ્પીચ રજૂ કરી હતી તથા આજના ખાસ મહેમાનો માં રવિભાઈ ના જુના મિત્રો તથા યોગગુરુશ્રી બકુલભાઈ સોનેજી,જાણીતા ઉદ્યોગપતિ શ્રી સુરુ માણેક વગેરે ખાસ

હાજરી આપી હતી .. પ્રસંગે શ્રી અરવિંદભાઈ જોષી ની આગેવાની થી ખાસ ભજન

કિર્તન નો કાર્યક્રમ રાખવામાં આવેલ...જેમાં  સર્વશ્રી વડીલ શ્રી અર્વિંદભાઈ જોષી ( ભૂતપુર્વ રેડીયો કલાકાર ) , કિર્તિભાઈ અને

રેખાબેન દવે, ઢોલક પર વિજય જોષી વગેરે ખૂબ સુંદર ગીત-ભજન રજુ કર્યા હતા અને સાઉન્ડ સિસ્ટમ શ્રી,

જગદીશભાઈ પુરોહિત સંભાળી હતી.. લગભગ ૧૦૦ થી વધુ ભાવિકોએ પ્રસંગે દર્શન અને પ્રસાદ નો લ્હાવો લીધો હતો.તેવું શ્રી કાંતિભાઈ મિસ્ત્રીના ફોટો સૌજન્ય તથા માહિતી દ્વારા જાણવા મળે છે.

(9:06 pm IST)
  • અખિલેશ યાદવના કાર્યક્રમમાં ભારે ભાગદોડ સર્જાતા સપાના અનેક કાર્યકર્તા ઘાયલ થયા: યુ.પી.ના પીલીભીત ખાતે પીડબલ્યુના ગેસ્ટ હાઉસમાં અખિલેશ યાદવને મળવા સમાજવાદી પક્ષના કાર્યકરોની ભીડ ઉમટી પડીઃ ગેસ્ટ હાઉસના કાચના દરવાજા તુટી ગયા access_time 12:23 pm IST

  • ભારે કરી : રેલવે પોલીસને હેલ્પલાઇન નંબર પર આવે છે પિઝ્ઝા -બર્ગર માટે ફોન : સ્ટાફ પિઝા અને બર્ગરની ડિલિવરી કરે છે કે કેમ ? તેવા પુછાય છે સવાલ : રાજધાની દિલ્હીમાં રેલવેને નવી મુશીબત :યાત્રીઓ પિઝા અને બર્ગરની ડિલિવરી માટે કરે છે માંગણી : હેલ્પલાઇન નંબરમાં 80 ટકાથી વધુ ફોન પીઝા અને બર્ગર માટે આવે છે : મોબાઈલ રિચાર્જ માટે પણ કરાઈ છે પૂછપરછ access_time 12:53 am IST

  • દિવગત વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાની દોષી નલિનીની પેરોલ પુરી : ફરીથી જેલમાં મોકલાઈ : નલિનીએ મદ્રાસ હાઇકોર્ટમાં પેરોલની મુદત વધારવા કરેલી અરજી કોર્ટે ફગાવી ; નલિનીને તેણીની પુત્રીના લગ્નની વ્યવસ્થા સંદર્ભે 51 દિવસની પેરોલ મળી હતી : હાઇકોર્ટે ગત મહિને 30 દિવસની છૂટી આપી હતી બાદમાં ત્રણ સપ્તાહ વધારી દેવાયા હતા access_time 12:52 am IST