Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

પાકિસ્તાનના સિંધમાં હિન્દુઓના ઘરો , દુકાનો ,તથા મંદિરો , ઉપર હુમલા : હિન્દૂ શિક્ષકે ક્લાસમાં પયગમ્બર સાહેબની નિંદા કર્યાનો આક્ષેપ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં ગઈકાલ રવિવારે સિંધ પ્રાંતમાં વસતા લઘુમતી કોમના હિન્દુઓના ઘરો , દુકાનો ,તથા મંદિરો , ઉપર હુમલા થયાની ઘટના બનવા પામી છે.જેના કારણમાં જાણવા મળ્યા મુજબ એક સ્કૂલના હિન્દૂ પ્રિન્સિપાલે  ક્લાસમાં પયગમ્બર સાહેબની કથિત નિંદા કર્યાનો આક્ષેપ લગાવાયો છે.

સ્કૂલમાં ભણતા મુસ્લિમ વિદ્યાર્થીએ પ્રિન્સિપાલે કરેલી નિંદાની વાત ઘેર જઈને કરતા મોટું સ્વરૂપ અપાઈ ગયું હતું જે મુજબ મસ્જિદમાં માઈક ઉપરથી એલાન થતા કટ્ટરપંથીઓનું ટોળું હિન્દુઓના ઘરો ,દુકાનો ,સ્કૂલ ,તથા મંદિરો ઉપર ધસી ગયું હતું અને તોફાનો થવા લાગ્યા હતા.અંતમાં શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવાતા અને તેની ધરપકડ કરાતાં મામલો થાળે પડ્યો હતો

સત્તાધારી પક્ષ તહરીક એ  ઇન્સાફના હિન્દૂ સાંસદ રમેશકુમાર  વાકવાનીએ સમાચાર સૂત્ર સાથે કરેલી વાતચીત મુજબ 13 વર્ષીય એક સ્ટુડન્ટએ પ્રિન્સિપાલ નોતન દાસ  ઉપર કથિત ઇશનિંદાનો આરોપ લગાવતા વાતાવરણ હિંસાત્મક બની જવા પામ્યું હતું

(12:00 pm IST)
  • રાજ્યમાં ટ્રાફિકના નવા નિયમનના અમલવારી માટે પોલીસતંત્ર સજ્જ : નવા નિયમની અમલવારીને લઈને ટ્રાફિકના ઉચ્ચ અધિકારીઓની બેઠક : નિયમની કડક અમલવારી કેવી રીતે કરાવવી તે અંગે બેઠકમાં મહત્વના નિર્ણય લેવાયા:સામન્ય લોકો સાથે સાથે પોલીસ કર્મીઓને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સૂચના : access_time 12:51 am IST

  • ૧૩૮II ઇંચ : સાંતાક્રુઝમાં ૬૫ વર્ષનો રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો : મુંબઇ-સાંતાક્રુઝમાં ચોમાસાની સીઝનનો ૬૫ વર્ષનો વરસાદી રેકોર્ડ તુટયો છે. (૧ જુનથી ૩૦ સપ્ટે. સુધી) આજે ૧૬ સપ્ટેમ્બર સવારે ૮II સુધીમાં મુંબઇના સાંતાક્રુઝ ખાતે ૩૪૬૨.૮ મી.મી. (૧૩૮II ઇંચ) જે છેલ્લા ૬૫ વર્ષમાં પડેલ સૌથી વધુ વરસાદ છે. access_time 4:38 pm IST

  • સુપ્રીમ કોર્ટે ફારૂક અબ્દુલ્લાની મુક્તિ ને લઈ કેન્દ્ર અને જમ્મુ-કાશ્મીર સરકારને નોટિસ ફટકારી : જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા પછી એમડીએમકે ચીફ વાયકો સહિતના અનેક નેતાઓએ સુપ્રીમ કોર્ટમાં તેની વિરુદ્ધ અરજી કરી છે. જેના પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. વાયકોની અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, જમ્મુ-કાશ્મીર સરકારને નોટિસ પાઠવી છે. જોઈએ તો વાયકોએ પોતાની અરજીમાં કહ્યું છે કે રાષ્ટ્રીય પરિષદના નેતા ફારૂક અબ્દુલ્લાનો સંપર્ક થઈ શકતો નથી, જમ્મુ કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા બાદ તેમને હાઉસ અરેસ્ટમાં રાખવામાં આવ્યા છે. access_time 12:13 pm IST