Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

મારા ઉપર હજુ ર સપ્તાહ પહેલા જ બળાત્કાર થયો છેઃ આવા બનાવો થતા રોકવા તમારી પાસે શુ નીતિ-રીતિઓ છે ?: યુ.એસ.ના ર૦ર૦ ની સાલના પ્રેસિડન્ટ પદના ડેમાક્રેટ ઉમેદવાર એન્ડ્રયુ યાન્ગને ઇન્ડિયન અમેરિકન યુવતિ શ્વેતા અશોકરાજના વેઘક પ્રશ્નથી સન્નાટો

કેલીફોર્નિયા : યુ.એસ.માં ર૦ર૦ ની સાલમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીના ઉમેદવાર એન્ડ્રયુ યાન્ગ સાથે કેલિફોર્નિયામાં યોજાયેલી પ્રશ્નોતરી કાર્યક્રમમાં ઇન્ડિયન અમેરિકન યુવતિ ૧૯ વર્ષી શ્વેતા અશોકરાજએ આ ઉમેદવારની બોલતી બંધ કરી દેતો પ્રશ્ન પૂછયો હતો. ૮ સપ્ટે. ના રોજ યોજાયેલ કાર્યક્રમમાં યુવતિએ ઉમેદવારને જણાવ્યું હતુ કે પોતાના ઉપર હજુ બે સપ્તાહ પહેલા જ બળાત્કાર થયો છે. આવા બનાવો બનતા અટકાવવા તમારી પાસે શુ નિતીઓ છે ?

યુવતિનો પ્રશ્ન સાંભળીને ઉમેદવાર તથા ઉપસ્થિત લોકો સ્તબ્ધ બની ગયા હતા. તથા સ્કૂલ શુટીંગ ઉપરાંત ઇમીગ્રન્ટસને લગતા પ્રશ્નોના જવાબ આપી શકયા નહોતા.

ઉલ્લેખનીય છે કે ડેમોક્રેટ પ્રેસિડન્શીયલ ફોરમના ઉપક્રમે એશિયન અમેરિકન એકટીવિસ્ટ ગ્રૃપ દ્વારા ઉપરોકત પ્રશ્નોતરી પ્રોગ્રામનું કેલિફોર્નિયામાં આયોજન કરાયુ હતુ.

(9:38 pm IST)