Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

અમેરિકામાં લોંગ આઇલેન્ડ ગુજરાતી કલ્ચરલ સોસાયટી, ન્યુયોર્કના ઉપક્રમે પ તથા ૬ ઓકટો.ર૦૧૯ ના રોજ રાસ ગરબાની રમઝટ બોલશે

ન્યુયોર્ક  : અમેરિકામાં લોંગ આઇલેન્ડ ગુજરાતી કલ્ચરલ સોસાયટીના ઉપક્રમે આગામી પ ઓકટો. શનિવાર તથા ૬ ઓકટો. રવિવારના રોજ નવરાત્રિ ઉત્સવ ઉજવાશે.

પ ઓકટો. શનિવારે સેન્ટ એન્થોની હાઇસ્કુલ(જીમ) ર૭પ, વોલ્ફ હિલ રોડ સાઉથ હન્ટીંગ્ટન NY મુકામે ઉજવાનારા ઉત્સવનો  સમય સાંજે ૬ વાગયાથી રાત્રિના ૧૧ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. જેમાં પુખ્ત વયના લોકો માટે ૧ર ડોલર તથા ૧૦ વર્ષથી ઓછી ઉમરના બાળકો માટે  ૧ ડોલર ફી રાખવામાં આવી છે.

૬ ઓકટો. રવિવારના રોજ થનારી ઉજવણીનો સમય સાંજે પ વાગ્યાથી રાત્રિના ૧૦ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. જેમાં પુખ્ત વયના લોકો માટે ૧પ ડોલર તથા ૧૦ વર્ષની ઓછી ઉંમરના બાળકો માટે ૧ ડોલર ફી રાખવામાં આવી છે. આ ઉજવણીનું સ્થળ પ૯૮, બ્રોડહોલો રોડ, મેલવિલ્લે NY  મુકામે રાખવામાં આવ્યું છે.

બંને દિવસ માટેના સીઝન પાસની કિંમત રપ ડોલર રાખવામાં આવી છે. તથા ૧૦ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ૧ ડોલર ફી રાખવામાં આવી છે.

હિલ્ટોન મુકામે  થનારી ઉજવણીમાં શ્રી નંદ કલાવૃંદના લાઇવ મ્યુઝીક તથા ગીતનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે.

ઉત્સવમાં સામેલ થવા માટે www.ligcs.org દ્વારા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તેવું જાણવા મળે છે.

(9:37 pm IST)