Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

યુ.એસ.માં ઇન્ડિયન અમેરિકન સિનીયર્સ એસોસીએશન ઓફ મોરીસ કાઉન્ટીના ઉપક્રમે ૬ ઓકટો. ર૦૧૯ ના રોજ નવરાત્રિ ઉત્સવ ઉજવાશેઃ ઉમેશ ગાંધી, ભાવિતા પરિહર, તથા મંજુસા દેશપાંડે સાથે રાસ-ગરબાની રમઝટ સાથે ખેલૈયાઓને ગરબે ઘુમાવશે

ન્યુજર્સી : યુ.એસ.માં ઇન્ડિયન અમેરિકન  સિનીયર્સ એસોસીએશન ઓફ મોરીસ કાઉન્ટીના ઉપક્રમે શ્રુહ્રદય એન્ટરટેઇનમેન્ટના સહયોગ સાથે  ૬ ઓકટો. ર૦૧૯ શનિવારે નવરાત્રિ ઉત્સવ ઉજવાશે.

પાર્સિયની હિલ્સ હાઇસ્કુલ ર૦, રિટા ડ્રાઇવ, મોરીસ પ્લેઇન્સ, ન્યુજર્સી મુકામે ઉજવવામાં આવનારા નવરાતિર મહોત્સવનો સમય રાત્રીના ૮ વાગ્યાથી શરૃ થશે જે માટે ટિકીટના દર ૧૦ ડોલર રાખવામાં આવ્યા છે. જે અંતર્ગત પાંચ વર્ષથી નીચેની ઉંમરના બાળકો માટે  વિનામૂલ્યે પ્રવેશ છે.

ઉમેશ ગાંધી, ભાવિતા પરિહર, તથા મંજુસા દેશપાંડેના સંગાથે રાસ ગરબાની રમઝટ બોલશે જેમા ટિકીટ તથા સ્પોન્સરશીપ માટે શ્રી રજનીભાઇ પટેલ (973) 615-5935 અથવા શ્રી વિશ્નુ પટેલનો કોન્ટેકટ નં. (201) 887-2942  દ્વારા સંપર્ક સાધવા જણાવાયુ છે.

(9:25 pm IST)