Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

કાશ્મીરમાં વસતા લોકો માટે સંદેશા વ્યવહાર ઉપરનો પ્રતિબંધ તાત્કાલિક દૂર થવો જોઇએઃ માનવ અધિકારોની રક્ષા થાય તેમજ ધાર્મિક સ્વાતંત્ર્ય જળવાઇ રહે તે માટે ભારત સરકાર ઉપર દબાણ લાવવું જરૃરીઃ ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસ વુમન સુશ્રી પ્રમિલા જયપાલ સહિતના લો મેકર્સની સેક્રેટરી ઓફ સ્ટેટ સમક્ષ રજુઆત

વોશીંગ્ટનઃ ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસ વુમન સુશ્રી પ્રમિલા જયપાલ સહિત અન્ય લોમેકર્સએ સેક્રેટરી ઓફ સ્ટેટ માઇક પોમ્પીઓને વિનંતી કરી ભારતના કાશ્મીરમાં લોકોના સંદેશા વ્યવહાર ઉપરનો પ્રતિબંધ તાત્કાલિક હટાવવામાં આવે તેવો અનુરોધ ભારત સરકારને કરવા વિનંતી કરી છે.

તેમણે તથા તેમની સાથેના અન્ય લો મેકર્સએ જણાવ્યા મુજબ જમ્મુ કાશ્મીરમાં વસતા લોકોના માનવ અધિકારોની પણ રક્ષા થતી નથી. જે લોકશાહીના મૂલ્યોના ભંગ સમાન છે. તેથી આ માટે તેમણે ભારત સરકાર ઉપર દબાણ લાવવું જોઇએ. કારણકે ભારત અને અમેરિકા બંને લોકશાહી દેશો છે. તથા બંને વચ્ચે સારા સંબંધો છે.

તેમણે નજરકેદમાં રખાયેલા લોકોને પણ મુકત કરવાની હિમાયત કરી છે. તેમજ કાશ્મીરના લોકોના ધાર્મિક સ્વાતંત્ર્ય માટે પણ ભલામણ કરી છે. ભારત સરકારે હજારો લોકોને વિનાકારણ બંધનમાં રાખ્યા છે.

તેમણે ઉમેર્યુ હતું કે ભારતનો ઇતિહાસ ધાર્મિક સ્વાતંત્ર્યનો છે તે ભૂલવું ન જોઇએ. તેવું ફય્ત્ પલ્સ દ્વારા જાણવા મળે છે.

(8:58 pm IST)