Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

યુ.એસ.માં શ્રી શકિત મંદિર, જયોર્જીયા મુકામે ૨૯ સપ્ટેં.થી ૭ ઓકટો.૨૦૧૯ દરમિયાન નવરાત્રિ ઉત્સવ ઉજવાશેઃ હવન અષ્ટમી ૬ ઓકટો.રવિવારે તથા શરદ પૂર્ણિમા ગરબા ૧૧ અને ૧૨ ઓકટો.૨૦૧૯ના રોજ

જયોર્જીયાઃ યુ.એસ.માં અંબાજી USA શ્રી શકિત મંદિર, ૧૪૫૦, હુઇ રોડ, લેક સીટી જયોર્જીયા મુકામે ૨૯ સપ્ટેં. રવિવારથી ૭ ઓકટો. સોમવાર સુધી નવરાત્રિ ઉત્સવ ઉજવાશે. જે દરરોજ રાત્રે ૮-૩૦ કલાકે શરૃ થશે. જેમાં તમામ હિન્દુધર્મીઓ આવકારપાત્ર છે. શુક્રવારથી સોમવાર સુધીના ડેઇલી પાસ માટે ૧૦ ડોલરની ટિકિટ રાખવામાં આવી છે. જે અંતર્ગત આવનારાઓનું આઇ.ડી.તપાસી શકાશે તેમ જણાવાયું છે.

માતાજીની શોભાયાત્રા ૨૯ સપ્ટેં.રવિવારે રાત્રે ૮ વાગ્યે નીકળશે. જે નિજ મંદિરથી સુમન્ત સેન્ટર જશે. તથા ૭ ઓકટો સોમવારે આરતી બાદ સુમન્ત સેન્ટરથી નિજ મંદિર જશે.

હવન અષ્ટમી ૬ ઓકટો. રવિવારે ઉજવાશે. જે અંતર્ગત દુર્ગાષ્ટમી હવનનો સમય બપોરે ૧ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધીનો રહેશે. જેમાં યજમાન બનવા માટે ૨૫૧ ડોલર ફી રાખવામાં આવી છે.

શરદ પૂર્ણિમા ગરબા ૧૧ ઓકટો શુક્રવાર તથા ૧૨ ઓકટો. રવિવારે થશે. વિશેષ માહિતી કોન્ટેક નં.૭૭૦-૯૬૮-૩૪૯૦ દ્વારા મળી શકશે તેવું જાણવા મળે છે. 

(8:56 pm IST)
  • દિલ્હીના ૩૧ માર્ચ ૧૯૯૭ ના ચકચારી કનોટ પ્લેસ નકલી એન્કાઉન્ટર કેસ, જેમાં 2 ઉદ્યોગપતિઓની સરાજાહેર હત્યા કરાય હતી, તેમાં તત્કાલીન એસીપી સત્યવીર રાઠી સહિત સમગ્ર પોલીસ ટીમને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ! access_time 12:20 pm IST

  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને લઈ જતા એર ઈન્ડિયા વન વિમાન ટેકનીકલ ખામી આવી ગઈ હતી. આને કારણે વિમાનને ત્રણ કલાક માટે સ્વીત્ઝર્લેન્ડના ઝુરિક એરપોર્ટ પર રોકાવું પડ્યું હતું. મળતી માહિતી મુજબ એર ઇન્ડિયા વન વિમાનની પાછળની પાંખમાં ખામી સર્જાઈ હતી. આ વિમાન ઝુરિકથી સ્લોવેનીયા જી રહ્યું હતું. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ કોવિંદ હાલમાં આઇસલેન્ડ, સ્વીત્ઝર્લેન્ડ અને સ્લોવેનીયાની યાત્રા પર છે. access_time 11:51 am IST

  • કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમનો આજે 74 મો જન્મદિવસ છે. ચિદમ્બરમ હાલમાં આઈએનએક્સ મીડિયા કેસમાં તિહાડ જેલમાં છે. આ પ્રસંગે તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમે તેમના પિતાને ભાવનાત્મક પત્ર લખ્યો છે. કાર્તિ ચિદમ્બરમે પત્રમાં ઇશારામાં વડા પ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું કે, "પ્રિય અપ્પા, આજે તમે 74 વર્ષનો થયા છો અને કોઈ 56 ઇંચ તમને રોકી શકશે નહીં. તમારી ગેરહાજરીથી આપણું હૃદય દુભાય છે. કાશ, તમે અમારા બધાની સાથે કેક કાપવા ઘરે જ હોત." access_time 11:58 am IST