Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

આરોગ્‍ય પ્રત્‍યે જાગૃતિ હોવા છતાં હાર્ટ ડીસીઝ, ડાયાબિટીસ, તથા મેદસ્‍વીતા ધરાવતા નાગરિકોમાં અમેરિકનો મોખરેઃ કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં કાલફ્રેશ ન્‍યુટ્રીશન એજ્‍યુકેશન પ્રોગ્રામના નવનિયુક્‍ત ડીરેકટર ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી કમલજીત સિંઘ ખૈરાનું મંતવ્‍ય

કેલિફોર્નિયાઃ ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી કમલજીત સિંઘ ખૈરાની નિમણુંક યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં કાલફ્રેશ ન્‍યુટ્રીશન એજ્‍યુકેશન પ્રોગ્રામના નવનિયુક્‍ત ડીરેકટર તરીકે થઇ છે.

તેમણે જણાવ્‍યું હતું કે અમેરિકામાં ફ્રેશ ફુડ તથા આરોગ્‍ય પ્રત્‍યેની લોકોમાં જાગૃતિ હોવા છતાં અમેરિકનો હાર્ટ ડીસીઝ, મેદસ્‍વીતા, ડાયાબિટીસ સહિતના રોગો સાથે વિશ્વમાં બિસ્‍માર લોકની વધુ વસતિ ધરાતો પ્રથમ નંબરનો દેશ છે. જયાં આરોગ્‍ય સુક્ષાષા પણ ઘણી મોંઘી છે લોકો પાર્કમાં વોકીંગ માટે નીકળતા હોવા છતાં બિનઆરોગ્‍ય પદ ખોરાકનું પ્રમાણ વધતુ જાય છે.

સુશ્રી ખેરા સાન ફ્રાન્‍સિસ્‍કો સીટી ગવર્મેન્‍ટમાં વધુમાં વધુ સેવા આપનાર ઇન્‍ડિયન અમેરિકન મહિલા છે તેમણે ૧૮ જુન ૨૦૧૮ થી હોદો સંભાળી લીધો છે તેઓ ઓછી આવક ધરાવતા નાગરિકોની આરોગ્‍યને લગતી ટેવો સુધારી પાંચન વિષે જાગૃતિ લાવવા ઉત્‍સક છે.

(9:02 pm IST)