Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

" ખુલ જા સીમસીમ " : યુ.એ.ઈ.માં ભારતીય મૂળની શિક્ષિકાને 10 લાખ અમેરિકી ડોલરનો જેકપોટ : અનેક ભારતીયોને નાના મોટા ઇનામો લાગ્યા

દુબઇ : યુ.એ.ઈ.માં લાંબા સમયથી સ્થાયી થયેલી ભારતીય મૂળની શિક્ષિકા માલતી દાસના નસીબ આડેનું પાંદડું ખસી ગયું છે.તેને 10 લાખ અમેરિકી ડોલરનો જેકપોટ લાગ્યો છે. ઉપરાંત અનેક ભારતીયોને નાના મોટા ઇનામો લાગ્યા છે.
           યુ.એ.ઈ.ના અજમાનમાં આવેલી સ્કૂલમાં પ્રધાન આચાર્ય તરીકે સેવાઓ આપતી આ શિક્ષિકાએ 26 જૂનના રોજ ટિકિટ ખરીદી હતી.અને 15 જુલાઈના રોજ થયેલા રેફલ ડ્રોમાં તેને ઉપરોક્ત ઇનામ લાગ્યું હતું.

(8:06 pm IST)