Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

ભારતમાં નકલી કંપની ખોલી અમેરિકનોને ગેરમાર્ગે દોર્યા : 4 લાખ ડોલરની છેતરપિંડી કરવાના આરોપસર ભારતીય મૂળના દંપતીની ધરપકડ

વોશિંગટન  : ભારતમાં નકલી કંપની ખોલી અમેરિકનોને ગેરમાર્ગે દોરવાના આરોપસર ભારતીય મૂળના દંપતી  મેહુલકુમાર મનુભાઈ પટેલ અને ચિતાલી દવેની ધરપકડ થઇ છે.અમેરિકાનાં ન્યાય વિભાગ દ્વારા આપવામાં આવેલ માહિતી મૂજબ આ દંપતીએ ૨૪ લોકો સાથે મે ૨૦૧૯થી જાન્યુઆરી ૨૦૨૦ સુધીમાં ચાર લાખ ડોલરની છેતરપિંડી કરી હતી. ફેડરલ ગ્રાન્ડ જ્યૂરીએ મની લોન્ડરીંગ અને કાવતરું ઘડવાનાં આરોપો મૂક્યા છે. અમેરિકન એટર્ની બાયંગ જે એ કહ્યું કે,આ દંપતી સોશિયલ સિક્યોરિટીનું નામ લઈને, પોતાને ભારત સ્થિત કોલ સેન્ટરનાં ફેડરલ એજન્ટ ગણાવીને નાગરિકોને ગેરમાર્ગે દોરતા હતા.
ટેક્નિકલ સપોર્ટ આધારિત આ કૌભાંડમાં આરોપીઓ પીડિતોને પૈસા મોકલવાના બદલે તેમનાં કોમ્પ્યૂટર્સમાં ટેક્નિકલ મદદ પૂરી પાડવાનાં કથિત વાયદા કરતા હતા, આ દંપતી ફોન કરીને પીડિતોને તેમની સંપતિ છીનવાઈ જવાનો ડર બતાવતા હતા અને કહેતા કે જો તેઓ પૈસા મોકલાવશે નહીં તો તેમની સંપત્તિને નુક્સાન થશે. આરોપીઓ પીડિતો ભોળવીને કોમ્પ્યૂટરનું એક્સેસ માંગીને તેમનાં બેન્ક ખાતાનું એક્સેસ મેળવી  બેન્ક ખાતામાં પૈસા ઉમેરાયા હોવાની માહિતી આપીને તેમને ગેરમાર્ગે દોરતા હતા.

(7:07 pm IST)
  • જામનગરના જામ ધર્માદા સંસ્થાના તમામ શિવ મંદિરો કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઇ શ્રાવણ માસ નક્કી કરેલા ટાઈમે માત્ર દર્શન કરી શકશે જળા અભિષેકે કે થાળનો લાભ લઈ શકશે નહીં:સોલ ટ્રસ્ટી જામસાહેબ શત્રુશલ્યસિંહજી access_time 12:23 am IST

  • સુરતમાંથી ૧૦૦ જુગારીઓ ઝડપાયાઃ રોકડ, વાહનો સહિત ૮૦ લાખનો મુદામાલ ઝબ્બે : મહિધરપુરા પોલીસ સ્ટેશનથી માત્ર ૫૦૦ મીટર દુર આસીફ નામનો શખ્સ જુગારધામ ચલાવતો : સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડામાં રોકડ સહિત ૮૦ લાખનો મુદામાલ કબ્જે access_time 4:02 pm IST

  • આસામમાં અનેક ગામ પૂરમાં ડૂબ્યા : બ્રહ્મપુત્ર નદી પાંચ સ્થળે ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે : 26 જિલ્લાના 36 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત access_time 12:00 pm IST