Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

ઇન્ડિયન અમેરિકન ફિઝિશિયન પ્રિતેશ ગાંધીનો પ્રાઈમરી ચૂંટણીમાં પરાજય : ટેક્સાસના 10 મા કોંગ્રેશનલ ડિસ્ટ્રીક્ટમાંથી ઉમેદવારી નોંધાવી હતી

ટેક્સાસ : ઇન્ડિયન અમેરિકન ફિઝિશિયન પ્રિતેશ ગાંધીનો પ્રાઈમરી ચૂંટણીમાં પરાજય થયો છે.તેમણે ટેક્સાસના 10 મા કોંગ્રેશનલ ડિસ્ટ્રીક્ટમાંથી ઉમેદવારી નોંધાવી હતી

જીતની આશાથી ઉમેદવારી નોંધાવનાર ડો.ગાંધીને પરાજયનો સામનો કરવો પડ્યો છે.તેમના નજીકના હરીફ માઈક સીએગલને 54.2 ટકા એટલેકે 26291 મતો મળ્યા હતા.જયારે ડો.ગાંધીને 45.8 ટકા એટલેકે 22182 મતો મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે તેમના પ્રતિસ્પર્ધી આ અગાઉ પણ ફેબ્રુઆરી માસમાં યોજાયેલી પ્રાઈમરીમાં વિજેતા થયા હતા.પરંતુ તેમને કુલ મતના 50 ટકા મતો નહીં મળી શકતા ફરીથી ચૂંટણી યોજાઈ હતી.

(2:11 pm IST)