Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

નેપાળના પ્રાઈમ મિનિસ્ટર ઓલી અને સત્તાધારી પાર્ટીના અધ્યક્ષ પ્રચંડ વચ્ચે વધી રહેલી તિરાડ : બંને વચ્ચે સમાધાન કરાવવા ચીનની રાજદૂત મહિલા હાઓ યાન્કી પ્રચંડના ઘેર પહોંચી

કાઠમંડુ : નેપાળના પ્રાઈમ મિનિસ્ટર કે.પી.શર્મા ઓલી અને તેમની જ ખુદ સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ પુષ્પ કમલ દહલ પ્રચંડ વચ્ચેની તિરાડ દિવસે દિવસે વધી રહી છે.
અધ્યક્ષ પ્રચંડ ઓલીને હટાવવા મક્કમ છે. તેથી આ બંને મહાનુભાવો વચ્ચે સમાધાન કરાવવાના હેતુથી નેપાળ ખાતેના ચીનના રાજદૂત મહિલા હાઓ યાન્કીએ મંગળવારે પ્રચંડના નિવાસ સ્થાનની મુલાકાત લીધી હતી.તથા સમાધાન કરાવવાનો પ્રયત્ન કર્યો હતો.
તેણે પ્રચંડ અને ઓલીને વ્યક્તિગત મળીને બંને સાથે 50 મિનિટ સુધી વાતચીત કરી હતી.આ અગાઉ તે નેપાળના પ્રેસિડન્ટ વિદ્યાદેવી ભંડારીને પણ મળી ચુક્યા છે.
આવતીકાલે મળનારી મિટિંગમાં ઓલીનું ભવિષ્ય નક્કી થશે તેવી શક્યતા છે.

(12:26 pm IST)