Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

યુ.એસ.માં ‘‘ઇન્‍ડિયન મુસ્‍લિમ એશોશિએશન ઓફ ગ્રેટર હયુસ્‍ટન'' તથા ઇન્‍ડિયન કોન્‍સ્‍યુલેટના સંયુક્‍ત ઉપક્રમે ઇફતાર પાર્ટી યોજાઇઃ ૧૧ જુનના રોજ યોજાયેલ ઇફતાર ડીનરમાં ભારતના કોન્‍સ્‍યુલ જનરલ શ્રી અનુપમ રાય સહિત મુસ્‍લિમ તથા હિન્‍દુ અગ્રણીઓ જોડાયા

હયુસ્‍ટનઃ યુ.એસ.ના હયુસ્‍ટનમાં ‘‘ઇન્‍ડિયન મુસ્‍લિમ એશોશિએશન ઓફ ગ્રેટર હયુસ્‍ટન (IMAGH)''ના ઉપક્રમે ૧૧ જુનના રોજ ઇન્‍ડિયન કોન્‍સ્‍યુલેટના સહયોગ સાથે ઇફતાર પાર્ટીનું આયોજન કરાયું હતું.

ભારતના કોન્‍સ્‍યુલેટ જનરલ શ્રી અનુપમ રાયએ ૨૦૧૬ની સાલથી પોતાના નિવાસ સ્‍થાને શરૂ કરેલી સૌપ્રથમ ઇફતાર પાર્ટી હવે છેલ્લા બે વર્ષથી કોન્‍સ્‍યુલેટ ઓફિસના વિશાળ હોલમાં યોજાય છે.

૨૦૧૮ની સાલની એટલે કે સતત ત્રીજા વર્ષની આ ઇફતાર પાર્ટીમાં કોન્‍સ્‍યુલેટ જનરલ શ્રી અનુપમ રાય ઉપરાંત હિન્‍દુ તથા મુસ્‍લિમ અગ્રણીઓ શ્રી સન્‍ની શર્મા, શ્રી અબિઝર તૈયબજી, શ્રી કેન મેથ્‍યુ, શ્રી મુરાદ અજાની, શ્રી અરશદ માટીન, શ્રી પ્રેસ્‍ટોન કુલકર્ણી, આયોજક શ્રી લટાફથ હુસેન, ભારતના ડેપ્‍યુટી કોન્‍સ્‍યુલ જનરલ શ્રી સુરેન્‍દ્ર અધાના સહિતના મહાનુભાવો જોડાયા હતા. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(10:46 pm IST)
  • કંપનીના જણાવ્યા પ્રમાણે વોટ્સએપએ હાલમાં તેણે પોતાના મોબાઈલ ડિવાઈસ સપોર્ટ પેજને અપડેટ કર્યું છે. જેને લઈ કંપનીએ ડિવાસનું લિસ્ટ જાહેર કર્યુ છે કે, આ સ્માર્ટફોનમાં 31 ડિસેમ્બર 2018 પછી વોટ્સઅપ બંધ થઈ જશે. આ લિસ્ટમાં નોકિયા S40, આઈફોન 3GS/iOS 6, બ્લેકબેરી ઓએસ અને બ્લેકબેરી 10, એન્ડ્રોઈડ 2.3.3.થી જૂના સ્માર્ટફોન્સ સહિતનો ફોન્સનો સમાવેશ થાય છે. access_time 1:02 am IST

  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોતાના ત્રણ કેબિનેટ મંત્રીઓ સાથે છ દિવસોથી એલજીના ઘરે ધરણા પર બેઠા છે. દિલ્હીના ભાજપ સાંસદ પ્રવેશ સાહિબ સિંહે કેજરીવાલ પર હુમલો બોલતા કહ્યુ કે કેજરીવાલ મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈનને ભૂખ હડતાળ પર બેસાડી તેમની સામે આલુના પરોઠા ખાય છે. તેમણે વ્યંગ કરતા કહ્યુ છે કે કેજરીવાલને બેશરમ નેતાનો ઓસ્કર એવોર્ડ આપવો જોઈએ. access_time 1:02 am IST

  • કાલે શનિવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો થવાની શકયતા નથી ;પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત રહેશે ;છેલ્લા ચાર દિવસથી માત્ર આજે શુક્રવારે પેટ્રોલમાં માત્ર આઠ પૈસાનો ઘટાડો કરાયો હતો : છેલ્લા ચાર દિવસથી ભાવમાં ઘટાડાને બ્રેક લાગી હતી access_time 1:25 am IST