Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

‘‘E & Y એન્‍ટ્રીપ્રિનીઅર ઓફ ધ ઇયર'': યુ.એસ.ના નોર્ધન કેલિફોર્નિયાનો રીજીયોનલ એવોર્ડ ઇન્‍ડિયન અમેરિકન શ્રી જય ચૌધરીના ફાળેઃ ૧૦ નવેં.ના રોજ યોજાનારી રાષ્‍ટ્રિય કક્ષાની સ્‍પર્ધામાં ભાગ લેશે

કેલિફોર્નિયાઃ ઇન્‍ડિયન અમેરિકન શ્રી જય ચૌધરી ‘‘E & Y એન્‍ટ્રીપ્રિનીઅર ઓફ ધ ઇયર''નોર્ધન કેલિફોર્નિયા રીજીઓનલ એવોર્ડ વિજેતા બન્‍યા છે.

તેઓ સિકયુરીટી સર્વિસ Zscalerના ફાઉન્‍ડર તથા ceo છે. તેમણે નોર્ધન કેલિફોર્નિયાના ૪ ઇન્‍ડિયન અમેરિકન વિજેતા પદ પ્રાપ્ત કર્યુ છે. હવે આગામી ૧૦ નવેં.ના રોજ પામ સ્‍પ્રિન્‍ગ્‍સ ખાતે યોજાનારી રાષ્‍ટ્રિય કક્ષાની સ્‍પર્ધામાં તેઓ નોર્ધન કેલિફોર્નિયાનું પ્રતિનિધિત્‍વ કરશે.

(10:45 pm IST)
  • ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી સ્મૃતિ મંધાના ઇંગ્લેન્ડની કિયા સુપર ટી-20 લીગમાં ભાગ લેશે. મહત્વનું છે કે, 22 જુલાઈથી શરૂ થઇ રહેલી આ ટી-20 લીગમાં રમનારી સ્મૃતિ પહેલી ભારતયી મહિલા ખેલાડી બનશે. તેણીએ આ લીગમાં વેસ્ટર્ન સ્ટ્રોમ સાથે કરાર કર્યો છે. સ્મૃતિએ આ અંગે કહ્યુ કે, "આ ટૂર્નામેન્ટમાં રમનારી પ્રથમ ભારતીય મહિલા બનવા પર મને ગર્વ છે." access_time 1:02 am IST

  • સૌરાષ્ટ્ર - કચ્છમાં મિશ્ર હવામાન સાથે ઝાપટા : અમરેલી જીલ્લાના રાજુલા - જાફરાબાદ, ભાવનગરના તળાજા અને કોટડાસાંગાણી તાલુકાના રામોદ, અરડોઈ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં મિશ્ર હવામાન સાથે બફારો access_time 5:54 pm IST

  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોતાના ત્રણ કેબિનેટ મંત્રીઓ સાથે છ દિવસોથી એલજીના ઘરે ધરણા પર બેઠા છે. દિલ્હીના ભાજપ સાંસદ પ્રવેશ સાહિબ સિંહે કેજરીવાલ પર હુમલો બોલતા કહ્યુ કે કેજરીવાલ મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈનને ભૂખ હડતાળ પર બેસાડી તેમની સામે આલુના પરોઠા ખાય છે. તેમણે વ્યંગ કરતા કહ્યુ છે કે કેજરીવાલને બેશરમ નેતાનો ઓસ્કર એવોર્ડ આપવો જોઈએ. access_time 1:02 am IST