Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

સતત બીજા વર્ષે HFPA ના પ્રેસિડન્‍ટ તરીકે ચૂંટાઇ આવતા ઇન્‍ડિયન અમેરિકન મહિલા જર્નાલીસ્‍ટ સુશ્રી મેહર તત્‍ની

કેલિફોર્નિયા : ઇન્‍ડિયન અમેરિકન મહિલા જર્નાલીસ્‍ટ સુશ્રી મેહર તત્‍ની સતત બીજા વર્ષે ‘‘હોલીવુડ ફોરેન પ્રેસ એશોશિએશન'' (HFPA) ના પ્રેસિડન્‍ટ તરીકે ચૂંટાઇ આવ્‍યા છે.

ગત વર્ષે જુન ૨૦૧૭ માં ચૂંટાયા બાદ આ વર્ષે પણ ૨૦૧૮.૧૯ ની સાલના પ્રેસિડન્‍ટ તરીકે ચૂંટાઇ આવ્‍યા છે.

ઇન્‍ટરનેશનલ જર્નાલીસ્‍ટનું ગૃપ ધરાવતા આ HFPA પંચાવન દેશોના ૨૫૦ મિલીયન વાંચકોને ટેલિવિઝન તથા ફિલ્‍મ ક્ષેત્રનું સાહિત્‍ય પુરૂ પાડે છે. જે યુરોપ, એશિયા, ઓસ્‍ટ્રેલિયા, ન્‍યુઝીલેન્‍ડ તથા લેટિન અમેરિકાના ન્‍યુઝપેપર્સ તથા મેગેઝીનમાં પ્રસિધ્‍ધ થાય છે. સુશ્રી મેહર ભારતના મુંબઇના વતની છે. તથા ૨૦૦૨ ની સાલથી HFPA સાથે જોડાયેલા છે. (૪૬.૪)

(10:44 pm IST)