Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

કોરોના મહામારી વચ્ચે ચીન અને રશિયાને મહાત કરવા અમેરિકા " બ્રહ્માસ્ત્ર " બનાવી રહ્યું છે : અમેરિકામાં બની રહેલું આ સુપર ડુપર મિસાઈલ અન્ય મિસાઈલ કરતાં 17 ગણું ઝડપી હોવાનો ટ્રમ્પનો દાવો

વોશિંગટન : કોરોના મહામારી વચ્ચે ચીન અને રશિયાને મહાત કરવા અમેરિકા " બ્રહ્માસ્ત્ર " બનાવી રહ્યું છે. અમેરિકામાં બની રહેલું આ સુપર ડુપર મિસાઈલ અન્ય મિસાઈલ કરતાં 17 ગણું ઝડપી હોવાનો પ્રેસિડન્ટ ટ્રમ્પએ  દાવો કર્યો છે.
અમેરિકાના રક્ષા મંત્રાલયના પ્રવક્તા જોનાથન હોફમેને ટ્રમ્પના આ એલાનને ટ્વીટ કરી સમર્થન આપ્યું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
ઉલ્લેખનીય છે કે આવું હાઇપરસોનિક મિસાઈલ ચીન અને રશિયા પાસે પણ છે.

(8:10 pm IST)