Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

અમેરિકા પછી હવે બ્રિટનમાં નવતર પ્રયોગ : કૂતરાની સૂંઘવાની તીવ્ર શક્તિનો ઉપયોગ કરાશે : કોરોના સંક્રમિત લોકોને ઓળખી બતાવવા માટે સેનીફર ડોગને ટ્રેનિંગ આપવાનું શરૂ

લંડન : અમેરિકા પછી હવે બ્રિટને પણ કૂતરાની સૂંઘવાની તીવ્ર શક્તિનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે.આ માટે સેનીફર ડોગને ટ્રેનિંગ આપવાનું ચાલુ કરી દેવાયું છે.જે પબ્લિક પ્લેસમાં કોરોના સંક્રમિત લોકોને સૂંઘીને ઓળખી બતાવશે
બ્રિટનમાં સ્નિફર ડોગ્સ કોરોના વાયરસથી પીડિત લોકોને ઓળખી શકે છે કે નહીં તે જાણવા માટે ટ્રાયલ્સ શરૂ થઇ ગયા છે. બીબીસીના એક રિપોર્ટ અનુસાર યુકેના નિષ્ણાત મેડિકલ સ્નિફર ડોગ્સને આ કામ માટે યોગ્ય ગણાવ્યા છે. આ ટ્રાયલને સરકાર તરફથી લગભગ 5 કરોડનું ફંડિંગ મળ્યું છે.
અહીંના નિષ્ણાતોનું માનવું છે કે કૂતરાઓમાં સૂંઘવાની તીવ્ર અને વિશિષ્ટ ક્ષમતા છે અને જાહેર સ્થળોએ કોરોનાથી ચેપગ્રસ્ત લોકોને ઓળખી શકે છે. વિશ્વના ઘણા દેશોમાં, આવા સ્નિફર કૂતરાઓને કેન્સર, મલેરિયા અને પાર્કિન્સન જેવા રોગોના પીડિતોને ઓળખવા અને મદદ કરવા માટે તાલીમ આપવામાં આવે છે.
આ માટેની  પ્રથમ ટ્રાયલ લંડન સ્કૂલ ઓફ હાઇજીન અને ટ્રોપિકલ મેડિસિનમાં શરૂ થઈ છે અને મેડિકલ ડિટેક્શન ડોગ્સ અને ડરહમ યુનિવર્સિટી દ્વારા તેની સહાય કરવામાં આવી રહી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:16 pm IST)