Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને આંશિક ફંડ આપવા અમેરિકા સંમત

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ 14 એપ્રિલના રોજ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને ફંડ આપવાનો ઇન્કાર કરી દીધો હતો.જેના કારણમાં તેણે જણાવ્યું હતું કે ઓર્ગેનાઇઝેશન ચીનનો બચાવ કરી રહ્યું છે.હકીકતમાં કોરોના વાઇરસ મુદ્દે  ચીને સમગ્ર વિશ્વને અંધારામાં રાખ્યું હતું.તેથી અનેક લોકો મોતને ભેટ્યા છે.તેમજ દરેક દેશોની  આર્થિક પરિસ્થિતિ ડામાડોળ થઇ ગઈ છે.તેવા આક્ષેપ સાથે ટ્રમ્પએ ફંડ અટકાવી દીવાનું પગલું ભર્યું હતું.
આ વાતના એક મહિના ઉપરાંતના સમય બાદ હવે ટ્રમ્પના વહીવટી તંત્રએ ફેર વિચારણા કરી છે.તથા આંશિક ફંડ આપવાનો નિર્ણય કર્યો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
 

(1:10 pm IST)