Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા પાકિસ્તાની મૂળના ડોક્ટરની ધરપકડ : H-1B વિઝા મેળવી અમેરિકા આવ્યો હતો : આતંકવાદી હુમલો કરવાની નેમ હોવાનો આરોપ

વોશિંગટન : ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા પાકિસ્તાની મૂળના ડોક્ટર 28 વર્ષીય મોહમ્મદ મસૂદની  ધરપકડ થઇ છે.તે અમેરિકા  ઉપર હુમલો કરવા માંગતો હતો તેવા આરોપસર તેને કોર્ટમાં રજુ કરાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.તે 19 માર્ચથી કસ્ટડીમાં છે.
 H-1B વિઝા મેળવી અમેરિકા આવેલો આ ડોક્ટર મિનેસોટા માં આવેલા રોક્સ્ટર મેડિકલ ક્લિનિકમાં કામ કરતો હતો.તથા તેને આતંકવાદી કનેક્શન હોવાનું જાણવા મળ્યું હતું.તે એકલા હાથે હુમલો કરી તારાજી ફેલાવવા માંગતો હતો.સેન્ટ પોલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરાઈ હતી.

(12:12 pm IST)