Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

પાકિસ્‍તાનના પેશાવરમાં વસતા ૧૫૦૦૦ જેટલા શીખોની વિટંબણાઃ શહેરમાં એકપણ સ્‍મશાનઘાટ ન હોવાથી મૃતદેહને અગ્નિસંસ્‍કાર આપવાને બદલે દફનાવવા મજબૂરઃ સ્‍મશાનઘાટ બાંધવા માટે સ્‍ટેટ ગવર્મેન્‍ટ દ્વારા ફંડ ફાળવવામાં આવે તે માટે હાઇકોર્ટ સમક્ષ પિટીશન દાખલ કરતાં શીખ લીડર બાબાજી

પેશાવરઃ નોર્થ ઇસ્‍ટ પાકિસ્‍તાનના શીખ લીડર બાબાજી ગુરૂ ગુરપાલસિંઘએ પેશાવર હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરી કોમ્‍યુનીટી માટે સ્‍મશાન ઘાટનું નિર્માણ કરવા સ્‍ટેટ દ્વારા ફંડ ફાળવવામાં આવે તેવી દાદ માંગી છે.

તેમણે હાઇકોર્ટ સમક્ષ કરેલી અરજીમાં જણાવ્‍યું છે કે પેશાવરમાં ૧૫ હજાર જેટલા શીખો વસે છે. જેમાંથી કોઇનું અવસાન થાય તો તેને શીખ ધાર્મિક વિધિ મુજબ અગ્નિસંસ્‍કાર કરવા માટે શહેરથી ૪૫ કિ.મી. દૂર આવેલા હિન્‍દુ સ્‍મશાન ઘાટ સુધી જવું પડે છે. જે ગરીબ હોય તેવા શીખોને પોસાતુ ન હોવાથી નાછુટકે મૃતદેહને અગ્નિસંસ્‍કાર કરવાને બદલે દફનાવવો પડે છે. આથી ખૈબર પખ્‍તુન્‍વા ગવર્મેન્‍ટ પેશાવરમાં સ્‍મશાન બાંધવા રકમ ફાળવે તેવી માંગણી કરી છે.  

(11:01 pm IST)