Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

‘‘એકલ વિદ્યાલય'': ભારતના છેવાડાના વિસ્‍તારોમાં વસતા બાળકોને શિક્ષણ તથા આરોગ્‍ય સેવાઓ પૂરી પાડતું નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશનઃ પાંચ મે ૨૦૧૮ના રોજ અમેરિકાના બે એરીયામાં ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ યોજાયોઃ ૨૦૨૨ની સાલ સુધીમાં ભારતમાં ૧ લાખ સ્‍કુલો કાર્યરત કરી દેવાનો લક્ષ્યાંક રજુ કરતાં ચેપ્‍ટર પ્રેસિડન્‍ટ સુશ્રી નિમા ગુજર

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં નેવાર્ક કેલિફોર્નિયા બે એરીયા ચેપ્‍ટર એકલ વિદ્યાલયનો વાર્ષિક ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ તાજેતરમાં પાંચ મે ૨૦૧૮ના રોજ ઓસિસ બેન્‍કવેટ હોલ  ખાતે યોજાઇ ગયો. જયાં કૌશિક દેશપાંડે તથા તેના ગૃપએ મ્‍યુઝીક સાથે ગીતોની રમઝટથી દર્શકોને મંત્રમુગ્‍ધ કરી દીધા હતા.

આ તકે નોનપ્રોફિટ એકલ વિદ્યાલયના બે ેરીયા ચેપ્‍ટર પ્રેસિડન્‍ટ સુશ્રી નિમા ગુજરએ એકલ વિદ્યાલયના ઉપક્રમે ભારતના તમામ સ્‍ટેટમાં આવેલા છેવાડાના વિસ્‍તારોમાં વસતા બાળકોના શિક્ષણ, આરોગ્‍ય, વોકેશ્‍નલ કોર્સ, સહિતની પ્રવૃતિઓ સાથે તેમને પગભર કરી સમાજમાં યોગ્‍ય સ્‍થાન અપાવવા માટે ચલાવાતી પ્રવૃતિઓ વિષે માહિતિ આપી હતી.  તથા ૨૦૨૨ની સાલ સુધીમાં ભારતના ૭૫મા સ્‍વાતંત્ર્ય પર્વ નિમિતે ૧ લાખ સ્‍કૂલો કાર્યરત કરી દેવાના લક્ષ્યાંક વિષે જાણકારી આપી હતી.

(11:09 pm IST)