Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

ન્યૂયોર્કની નદીમાંથી ભારતીય મૂળના ગણિતશાસ્ત્રીનો મૃતદેહ મળ્યો : ક્રિપ્ટોકરન્સી અને વર્ચુઅલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં કામ કરતા હતા : મોત પાછળ કોઈ કાવતરાના તાત્કાલિક પુરાવા મળ્યા નથી

ન્યૂયોર્ક :  ક્રિપ્ટોકરન્સી અને વર્ચુઅલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં કામ કરતા ભારતીય મૂળના 31 વર્ષીય ગણિતશાસ્ત્રીની લાશ અહીં હડસન નદીમાં વહેતી મળી આવી છે. મીડિયા રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી હતી. અહેવાલમાં જણાવાયું છે કે ગણિતશાસ્ત્રી શુવરો બિસ્વસ કદાચ માનસિક બિમારીથી ગ્રસ્ત હતા. ન્યુયોર્ક પોસ્ટે અહેવાલ આપ્યો છે કે શુવરોની લાશ નદીમાંથી  મળી આવી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે શુવરોના મોત પાછળ કોઈ કાવતરાના તાત્કાલિક પુરાવા મળ્યા નથી. શુવરોના ભાઈ 34 વર્ષીય બિપ્રોજિત બિસ્વાસએ કહ્યું કે તેને અને તેના પરિવારજનોને આ સમાચાર મળતા ખુબ દુઃખ થયું છે.

મૃતકના ભાઈ બિપ્રોજિતે જણાવ્યું હતું કે સુવરો માનસિક બીમારીથી ઝઝૂમી રહ્યો હતો અને તેના પરિવારે તેને તેનાથી સાજા થવા માટે  પ્રયાસો કર્યા હતા પરંતુ તેનો કોઈ ફાયદો થયો નહીં.

અહેવાલ મુજબ, શ્યુરોના એપાર્ટમેન્ટના સંચાલકે મેનહટન સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો, જેમાં આગ લગાડવાની, છરીઓ બતાવવા અને લિફ્ટમાં લોહીના ડાઘ લગાવવા સહિતના કથિત વિચિત્ર કૃત્યોને કારણે તેને બિલ્ડિંગમાંથી હટાવવાની વિનંતી કરી હતી.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(8:09 pm IST)