Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

'' બ્રહ્મ મહોત્સવ '' : શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ USA ના ઉપક્રમે ન્યુજર્સીમાં ઉજવાઇ ગયેલો ઉત્સવઃ ૬ એપ્રિલ ર૦૧૯ થી શરૂ કરાયેલી ઉજવણીના ૯ દિવસ બાદ શ્રી સ્વામિનારાયણ તથા શ્રી રામ ભગવાનનો જન્મ દિવસ ઉજવાયોઃ હરિભકતોએ વિશેષ જપ-તપ માટેના સંકલ્પો કર્યા

         દિપ્તીબેન જાની દ્વારાઃ ન્યુજર્સી :  યુ.એસ.માં શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ USA ના ઉપક્રમે ન્યુજર્સી મુકામે ૬ એપ્રિલ ર૦૧૯ ચૈત સુદ એકમથી બ્રહ્મ મહોત્સવનો પ્રારંભ કરાયો હતો. જેના ૯ દિવસ બાદ પૂર્ણ પુરૂષોતમ ભગવાનશ્રી સ્વામિનારાયણ તથા મર્યાદા પુરૂષોતમ ભગવાન શ્રીરામનો જન્મદિવસ ઉજવવાયો હતો.

         બ્રહ્મ મહોત્સવ અંતર્ગત દરરોજ અઢી લાખ સ્વામિનારાયણ મંત્રના જાપ સાથે  હરિભકતોએ વિશેષ જપ, તપ માટે સંકલ્પ કર્યા હતા.  તેવું શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ USA પરામસની યાદી જણાવે છે.

(9:10 pm IST)