Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

''જય હનુમાન જ્ઞાન ગુન સાગર'': યુ.એસ.માં મંગલ મંદિર, મેરીલેન્ડ મુકામે ૧૯ એપ્રિલ શુક્રવારે હનુમાન જયંતિ ઉજવાશેઃ ૩૦ એપ્રિલ મંગળવારે મહાપ્રભુજી ઉત્સવની ઉજવણી

મેરીલેન્ડઃ યુ.એસ.માં મંગલ મંદિર, ૧૭૧૧૦, ન્યુ હેમ્પશાયર, એવન્યુ આસ્ટોન, મેરીલેન્ડ મુકામે ઉમંગભેર રામનવમી ઉત્સવ ઉજવ્યા બાદ ૧૯ એપ્રિલ ૨૦૧૯ શુક્રવારના રોજ હનુમાન જયંતિ ઉજવાશે.

બાદમાં ૩૦ એપ્રિલ ૨૦૧૯ મંગળવારે મહાપ્રભુની ઉત્સવની ઉજવણી કરાશે.

ત્યારબાદ ૪ મે થી ૧૧મે ૨૦૧૯ દરમિયાન વૃજ બાલિકા શ્રી મુરલીકાજીની કથાનું આયોજન કરાયું છે.

તમામ ઉત્સવોનો લહાવો લેવા મંદિર દ્વારા ભકતોને આમંત્રણ પાઠવાયું છે.

વિશેષ માહિતી માટે મંદિરના કોન્ટેક નં.(૩૦૧)૪૨૧-૦૯૮૫ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.

 

(8:01 pm IST)
  • વિવાદી નિવેદન કરવા બદલ નવજોતસિંહ સિધ્ધુ સામે ફરિયાદ દાખલ :કટિહાર જિલ્લા વહીવટી તંત્રે સાંપ્રદાયિક ભડકાઉ ભાષણ આવવા મામલે કોંગ્રેસના નેતા નવજોતસિંહ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી :નવજોતસિંહ સિધ્ધુએ મુસલમાનોને એકજુથ થઈને મત આપવા અપીલ કરતા વિવાદ થયો હતો access_time 1:04 am IST

  • સુશીલ મોદી રાહુલ પર કરશે માનહાનીનો કેસ : કર્ણાટકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સભા ગજવતા કહ્યું હતું કે, મોદી સરનેમ વાળા તમામ ચોર તેવું વિવાદીત નિવેદન પર સુશીલ મોદી રાહુલ વિરૂદ્ધ માનહાનીનો કેસ કરશે access_time 4:01 pm IST

  • પાટણમાં પવનના સુસવાટા સાથે હળવા વરસાદી છાંટા access_time 4:30 pm IST