Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

''ગાંધી ફોર ટેકસાસ'': યુ.એસ.માં ટેકસાસના ૧૦મા ડીસ્ટ્રીકટમાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી કમ્પેન શરૂ કરતા ઇન્ડિયન અમેરિકન ડો.પ્રિતેશ ગાંધી

ટેકસાસઃ યુ.એસ.માં ટેકસાસમાં ૧૦માં ડીસ્ટ્રીકટમાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઇન્ડિયન અમેરિકન ડો.પ્રિતેશ ગાંધીએ ઉમેદવારી નોંધાવી છે તેઓ ''ગાંધી ફોર ટેકસાસ'' તરીકે ખ્યાતિ ધરાવવા લાગ્યા છે.

૩ માર્ચ ૨૦૨૦ના રોજ યોજાનારી ડેમોક્રેટ પ્રાઇમરી ચૂંટણી માટે તેમણે પ માર્ચ ૨૦૧૯ના રોજ ચૂંટણી કમ્પેન શરૂ કરી દીધુ છે. તેમણે પોતાના ટિવટર એકાઉન્ટ ઉપર પોતાને ''પ્રાઉડ ફાધર, હસ્બન્ડ એન્ડ ટેકસન'' તરીકે ઓળખાવ્યા છે. તેઓ ડેલ મેડીકલ સ્કૂલમાં કિલનિકલ આસી.પ્રોફેસર ઓફ પોપ્યુલેશન હેલ્થ તરીકે સેવાઓ આપી રહ્યા છે. તથા પોતાના કમ્પેનમાં પણ હેલ્થ કેર તથા ગરીબી નિવારણને મહત્વનો મુદ્દો ગણાવે છે.

 

(8:51 pm IST)