Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

અમેરિકા ખાતેના ભારતના નવનિયુક્‍ત એમ્‍બેસેડર શ્રી હર્ષવર્ધન શ્રીંગલાનું કેપિટલ હોલમાં જાજરમાન સ્‍વાગતઃ સેનેટના ઇન્‍ડિયા કોકસ મેમ્‍બર્સ, લો મેકર્સ, તેમજ સેંકડોની સંખ્‍યામાં ઇન્‍ડિયન અમેરિકન પ્રતિનિધિઓની ઉપસ્‍થિતિ

વોશીંગ્‍ટનઃ અમેરિકા ખાતેના ભારતના નવનિયુક્‍ત એમ્‍બેસેડર શ્રી હર્ષવર્ધન શ્રીંગલાનું ૭ ફેબ્રુ.૨૦૧૯ના રોજ કેપિટલ હોલ ખાતે જાજરમાન સ્‍વાગત કરાયું હતું.

સેનેટના ઇન્‍ડિયા કોકસ તથા હાઉસ કોકસ ઓન ઇન્‍ડિયા, તથા લો મેકર્સ, તેમજ દેશના જુદા જુદા ભાગોમાં વસતા સેંકડો ઇન્‍ડિયન અમેરિકન પ્રતિનિધિઓની ઉપસ્‍થિતિમાં યોજાઇ ગયેલા આ સ્‍વાગત સમારંભની વિશાળ ઉપસ્‍થિતિને ધ્‍યાને લઇ એમ્‍બેસેડર શ્રી હર્ષવર્ધનએ હર્ષ વ્‍યક્‍ત કર્યો હતો. તથા અમેરિકામાં ભારત દેશ પ્રત્‍યેની લાગણી બદલ આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

સ્‍વાગત સમારંભમાં ડેમોક્રેટ તથા રિપબ્‍લીકન પાર્ટીના સેનેટ મેમ્‍બર્સ હાજર રહ્યા હતા. તથા પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું. શ્રી હર્ષવર્ધનએ પોતાની વોશીંગ્‍ટન ડીસી ખાતેની યુ.એસ.કોંગ્રેસ મેમ્‍બર્સ સાથેની વાતચીત દરમિયાન તેઓ ભારત સાથેના સંબંધો વધુને વધુ દૃઢ કરવાના હિમાયતી હોવાનું જણાવ્‍યું હતું.

(9:01 pm IST)