Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

યુ.એસ.માં ઇલિનોઇસના પાંચમાં કોંગ્રેશ્‍નલ ડીસ્‍ટ્રીકટમાંથી ઉમેદવારી નોંધાવતા ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી સમીના મુસ્‍તફા : હ્યુમન રાઇટસ, મેડીકેર, ઇમીગે્રન્‍ટસને સિટીઝનશીપ સહિતના મુદ્દે ડેમોક્રેટ ઉમેદવાર તરીકે મેદાનમાં

ઇલિનોઇસ : યુ.એસ. સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન સોશીયલ વર્કર મહિલા સુશ્રી સમીના મુસ્‍તફાએ ઇલિનોઇસના પમાં ડીસ્‍ટ્રીકટમાંથી કોંગ્રેસમાં ઉમેદવારી નોંધાવી છે.

ડેમોક્રેટ ઉમેદવાર સુશ્રી સમીના હ્યુમન રાઇટસ, પોલિટીકલ રિફોર્મ તથા ઇકોનોમિક જસ્‍ટીસ સહિતના મુદ્દે ચૂંટણી લડી રહ્યા છે.

હાલમાં ર૦૦૯ની સાલથી આ સીટ ઉપર ડેમોક્રેટીક ઉમેદવાર માઇક કવેગેલી ચૂંટાઇ આવે છે. ર૦ માર્ચના રોજ યોજાનારી પ્રાઇમરી ચૂંટણીમાં હવે કુલ ૪ ડેમોક્રેટ ઉમેદવારો વચ્‍ચે સ્‍પર્ધા થશે.

સુશ્રી મુસ્‍તફા તથા તેમનો પરિવાર છેલ્લા ૩  દાયકાથી આ વિસ્‍તારમાં ભારતથી આવીને સ્‍થાયી થયેલ છે. જયાં તેઓ વ્‍યાવસાયિક, સામાજીક તથા સેવાકીય ક્ષેત્રે કાર્યરત છે. તથા તમામ માટે મેડીકેર, પુરતુ વેતન, સલામતિ, ઇમીગ્રન્‍ટસને સીટીઝનશીપ, ટેક્ષ સિસ્‍ટમમાં સુધારા સહિતના મુદ્દાઓ ઉપર ચૂંટણી લડશે.

(10:01 pm IST)