Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

યુ.એસ.ની નેશનલ એકેડેમી ઓફ એ્‌જીનીયર્સ''માં ૮ ઇન્‍ડિયન અમેરિકન એન્‍જીનીયરોની પસંદગીઃ એન્‍જીનીયરીંગ ક્ષેત્રે નવી ટેકનોલોજી, શિક્ષણ, તથા સંશોધનમાં મહત્‍વનું યોગદાન આપવા બદલ કરાયેલી કદર

વોશીંગ્‍ટનઃ યુ.એસ.ની નેશનલ એકેડેમી ઓફ એન્‍જીનીયર્સના નવનિયુક્‍ત મેમ્‍બર તરીકે ૮ ઇન્‍ડિયન અમેરિકન તથા ભારતના ૨ એન્‍જીનીયરો ફેબ્રુ.ના રોજ ચૂંટાઇ આવ્‍યા છે.

એન્‍જીનીયરીંગ ક્ષેત્રે નવી ટેકનોલોજી, શિક્ષણ, તથા સંશોધનમાં મહત્‍વનું યોગદાન આપનાર કુલ ૮૩ એન્‍જીનીયરોની પસંદગી કરાઇ હતી. તથા અન્‍ય ૧૬ એન્‍જીનીયરો વિદેશોમાંથી પસંદ કરાયા હતા.

પસંદ કરાયેલા ૮ ઇન્‍ડિયન અમેરિકન એન્‍જીનીયરોમાં શ્રી લલિત આનંદ, શ્રી અમિત ગોયલ, શ્રી સંજય ઝા, શ્રી અજય પી.માલશે, શ્રી જયદેવ મિશ્રા, શ્રી રાજ નાયર, શ્રી ચંદ્રકાંત ડી.પટેલ, શ્રી મુકુલ એમ શર્મા, શ્રી ચંદન સિંઘ, તથા શ્રી બિપીન વી.વોરાનો સમાવેશ થાય છે. ભારતમાંથી પસંદ કરાયેલા ૨ એન્‍જીનીયરોમાં ચેન્નાઇના શ્રી અશોક ઝુનઝુનવાલા, તથા ન્‍યુ દિલ્‍હીના શ્રી સુશીલ કે. સુનીનો સમાવેશ થાય છે.

(11:05 pm IST)