Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

" વેલકમ ન્યુ ઇઅર " : ભારતીય સિનિયર સિટીઝન્સ ઓફ શીકાગો દ્વારા ન્યુ ઈયર ૨૦૨૦ નું સ્વાગત

 શિકાગો : શિકાગોના ભારતીય સિનિયર સિટીઝન્સ ઓફ શીકાગો ન્યુ ઈયર ૨૦૨૦ની ઉજવણી   ડિસેમ્બર 31 ના રોજ ઇલિનોઇસના કેરોલ સ્ટ્રીમના  રાણા રેગન કમ્યુનિટિ સેન્ટરમાં નવા વર્ષની પૂર્વસંધ્યાએ ઉજવણી કરવામાં આવેલ.. સાંજે ૭ વાગે ડીનરમાં જલ જીરા, મેથીની ગોટા , પાવ ભાજી, પુલાવ, સમોશા ચાટ , કાથી રોલ, મગ ની  દાલનો  શિરો, પાપડ, ગુલાબ જામુન, ફાલુદા, આઇસ ક્રીમ અને હોટ કોફી અને ચા.જેવી વાનગીઓ સાથે સાંજે 7 વાગ્યે  થી  લોકોએ નવા વર્ષની પૂર્વ સંધ્યા 2020 નો કાર્યક્રમ ઉત્સાહ થી માણવાની શરૂઆત કરેલ. પ્રોગ્રામની   શરૂઆતમાં બીએસસીના પ્રમુખ હરીભાઇ પટેલે તમામ સભ્યોનું સ્વાગત કર્યું અને નવું વર્ષ 2020 ની સાલની  શુભેચ્છાઓ પાઠવી  કાર્યક્રમ મનોરંજન માટે  કેશ બાર, ડાન્સ અને સંગીતથી વ્યવસ્થા કરવામાં આવેલ.. ત્યાં એક જીવંત મનોરંજન બોલીવુડના ગીતો દ્વારા પૂરું પાડવામાં આવેલ. કોશા પંડ્યા અને પાર્થ પટેલ દ્વારા બૉલીવુડ ના નવા તથા જૂના ગીતો ગાયેલા . દિમિત્રા અને અઝિમા બેલી ડાન્સર્સે પણ લગભગ 2 કલાક સુધી પર્ફોમન્સ આપ્યું હતું કારણ કે તેણીએ વિવિધ પોશાકો સાથે ડિજિટલ લાઇટિંગ ડાન્સ સાથે નાચ્યા હતા. બધા બીએસસી એક્ઝિક્યુટિઓએ  છેલ્લા 1 અઠવાડિયાથી  લાઇટિંગ અને  હોલને સજાવટ માટે સખત મહેનત કરીહતી  આ વખતે બીએસસીએ બીએસસી ટીમના સભ્ય જયંતિ ઓઝા દ્વારા ફોટો બૂથ ઊભું કરવામાં આવેલ જેને લોકોમાં ઘણું  આકર્ષણ જમાવેલ હતું .. કાર્યક્રમના અંતે હરિભાઇ પટેલે પરસોતમ પંડ્યા, મદારસિંગ ચાવડા, ઇન્દુભાઇ વાઘાણી, પ્રવિણ અમીન, શિરીષ શાહ, ચંદ્રવદન ચુડાસમા ,
, બચુભાઇ પાઘડાલ, નવીનભાઇ ધોળકીયા અને ચંદુભાઇ દવે, અમરતભાઇ પટેલ ને આ NYE 2020 કાર્યક્રમને સફળ બનાવવા સખત મહેનત કરવા બદલ આભાર માન્યો હતો. તેમજ તેમણે સાઉન્ડ સિસ્ટમ સારી રીતે ચલાવવા બદલ તારીકનો   આભાર માન્યો હતો. તેવું સુશ્રી કલાબેન ઓઝા , શિકાગોની માહિતી દ્વારા શ્રી જયંતિ ઓઝા જણાવે છે.

(12:47 pm IST)