Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

શિકાગો ખાતે સિટીઝન શિપ સુધારો કાયદો 2019 ના સમર્થનમાં ભારતીય અમેરિકનો કડકડતી ઠંડીમાં રેલીમાં જોડાયા

શિકાગો :  4 જાન્યુઆરી, 2020 ના રોજ શિકાગો કોમુનિટી ગ્રુપના ડૉ. ભરતભાઇ બારાઈ ની આગેવાની નીચે વિવાદાસ્પદ નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) ના સમર્થનમાં રેલીનો કાર્યક્રમો યોજ્વામાં આવેલ. જેનાથી દેશમાં  વિરોધિયો દ્વારા  લોકોમાં ઘણી ગેરસમજ ઊભી કરવામાં આવેલ  છે. ભારતીય ડાયસ્પોરાના સભ્યોએ કહ્યું કે સીએએ એ ઈતિહાસિક પગલું છે જે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર દ્વારા લેવામાં આવ્યું છે.શિકાગો તથા ઈલીનોઈજ સ્ટેટ ના બાજુના Wisconsin, Indiana, Illinois સ્ટેટમાં થી  200 થી વધુ એનઆરઆઈઓ  શિકાગોના ડાઉન ટાઉન  ખાતે ભેગા થયા હતા અને શિકાગો  ખાતે ભારતીય કોન્સ્યુલેટની સામે CAA સમર્થનમાં જુદા જુદા સાઇન બોર્ડ હાથમાં પકડીને ભારત સરકાર અને સીએએના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.

લોકોએ 'અમે સપોર્ટ કરીએ છીએ સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ', 'સીએએ માનવ અધિકાર વિશે છે', 'એનઆરઆઈ સીએએને સમર્થન આપે છે', 'પારદર્શક અને લોકતાંત્રિક પ્રક્રિયા દ્વારા પસાર કરેલા સીએએ' વાંચતા  યોજ્યા હતા. કેટલાક સભ્યોએ સીએએને ન્યાયી ઠેરવવા માટે પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ અને મહાત્મા ગાંધીના નામનો ઉપયોગ કર્યો હતો અને 'અમે મોદીને ટેકો આપી એ છીએ', 'અમે સીએએને ટેકો કરીએ છીએ' અને 'ભારત માતા કી જય ના નારા દ્વારા આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
જૂથ આયોજક ડો.ભરત એચ બરાઈએ જણાવ્યું હતું કે, CAA શું છે? CAA નો કાયદો કોઈ ધર્મની વિરુદ્ધમાં નથી આ કાયદો બંગલા દેશ, અફગાનિસ્તાન, પાકિસ્તાનથી આવેલઆ શરણરથિયોને કાયદેસર ભારતીય નાગરિક બનવાનો હક આપેછે. ભારતીય-અમેરિકન સમુદાય જમ્મુ-કાશ્મીર અને સીએએના વિશેષ દરજ્જાને રદ કરવા સહિતના બીજા કાર્યકાળમાં લીધેલા નિર્ણયો માટે વડા પ્રધાન મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહનો આભાર માનવામાં આવે છે. આ કાર્યક્રમના અંતે ડૉ. બારાઈએ શિકાગોના સબર્બ માં થી બસ દ્વારા આવેલ જેવાકે 'જલારામ મંદિર (Hoffman States), માનવ સેવા મંદિર (Bensenville), ભારતીય સિનિયર (Carol Stream), સિનિયર પરિવાર (Niles)નો આભાર માનેલ. આ પ્રસંગે આવનાર સૌને માટે લંચની વ્યવસ્થા કરવામાં આવેલ.તેવું સુશ્રી કલા ઓઝાના અહેવાલ દ્વારા શ્રી જયંતિ ઓઝની  યાદી જણાવે છે.

(12:29 pm IST)