Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

સ્વ. હરનિશ જાની સ્મૃતિ ' હાસ્ય રચના સ્પર્ધા ' : સાહિત્ય સંસદ શાંતાક્રુઝ, નોર્થ અમેરિકા ,અને ગુજરાતી સાહિત્ય અકાદમી ( યુ.કે.) ના સંયુક્ત ઉપક્રમે શ્રી રાહુલ શુક્લ આયોજિત સ્પર્ધા : એન્ટ્રી મોકલવાની છેલ્લી તારીખ 29 ફેબ્રુઆરી 2020

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી :
સાહિત્ય સર્જનમાં ઋચિ ધરાવતા સર્જકો માટે આ હાસ્ય રચના સ્પર્ધાનું  આયોજન કરાયેલ છે. રસ ધરાવનાર સર્જકે પોતાની કૃતિ મોડામાં મોડા ૨૯મી ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ મુંબઈના સરનામા પર પહોંચતી કરવાની રહેશે.

આ સ્પર્ધાના નિયમો અત્રે આપ્યા છે. જરૂર લાગે તો ઈમેઈલ દ્વારા સંપર્ક કરવા વિનંતી છે.

આ સ્પર્ધા ગુજરાતી ભાષામાં જ આયોજિત કરવામાં આવી છે; ગુજરાતી ભાષાનું જ્ઞાન ધરાવતી કોઈ પણ વ્યક્તિ આમાં ભાગ લઈ શકશે.

સ્પર્ધક લેખકે મોકલેલી કૃતિ મૌલિક અને અપ્રગટ કૃતિ જ હોવી જોઈએ એટલે કે અનુવાદિત કે પ્રગટ થયેલી કૃતિઓ મોકલી શકાશે નહી. હાસ્યરચનામાં હાસ્યવાર્તા, હાસ્યનિબંધ કે હાસ્ય એકાંકી-આ ત્રણ સાહિત્યસ્વરૂપો પૂરતી જ આ સ્પર્ધા મર્યાદિત છે.

કૃતિની શબ્દસંખ્યા ૩૦૦૦થી વધારે ના હોવી જોઈએ. દરેક સ્પર્ધક એક જ કૃતિ મોકલી શકશે. હસ્તલિખિત પ્રત સુવાચ્ય અક્ષરોમાં કાગળની એક બાજુ લખેલ હોવી જરૂરી છે. હસ્તલિખિત અથવા ટાઈપ કરેલ  કૃતિઓની ત્રણ ત્રણ નકલો કુરીઅર અથવા પોસ્ટથી મોકલવાની રહેશે અથવા પીડીએફ અથવા વર્ડમાં તેયાર કરેલી કૃતિ ઈ મેઈલથી પણ મોકલી શકાશે, પરંતુ વર્ડમાં તૈયાર કરેલ કૃતિઓ યુનિવર્સલ ફોન્ટમાં મોકલવી અથવા જે ફોન્ટમાં કૃતિ તૈયાર કરી હોય તે (ડાઉનલોડ કરી શકાય તેવા) ફોન્ટ કૃતિની સાથે એટેચ કરી મોકલવાના રહેશે. સ્પર્ધકે મોકલેલી કૃતિ કોમ્પ્યુટરમાં નહીં ખૂલે તો કૃતિ અસ્વીકાર્ય ગણાશે.

સ્પર્ધકે કૃતિની સાથે એક જુદા કાગળ પર પોતાનું નામ, સરનામું, સંપર્ક નંબર અને પોતાના વિષે ટૂંક માહિતી સાથે બે પાસપોર્ટ સાઈઝ ફોટાઓ મોકલવાના રહેશે.

કૃતિના કોઈ પણ પાના પર કે કૃતિમાં સ્પર્ધકનું નામ આવવું ન જોઈએ તે ખૂબ જ અગત્યની અને અનિવાર્ય શરત છે. એવું થવાથી સ્પર્ધકની કૃતિને સ્પર્ધામાંથી રદ કરવામાં આવશે.

સ્પર્ધકની કૃતિ મૌલિક, સ્વલિખિત અને અપ્રકાશિત છે તેવી બાંહેધરી આપતો પત્ર કૃતિ સાથે સંમિલિત કરવાનો રહેશે. આવી બાંહેધરી ઈ મેઈલથી મોકલવામાં આવે તો તે ઈ મેઈલ સ્પર્ધકે પોતાની આઇડી પરથી જ મોકલવાનો રહેશે.

સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ ત્રણ ઇનામો અનુક્રમે રૂ.૧૫૦૦૦/=, રૂ.૧૦૦૦૦/=  અને રૂ.૫૦૦૦/=ના પુરસ્કાર વિજેતાઓને આપવામાં આવશે.

સ્પર્ધાની વિશેષતા એ છે કે આ સ્પર્ધાનું આયોજન હાસ્ય માટેના શ્રેષ્ઠ સાહિત્યની અપેક્ષાથી કરવામાં આવ્યું છે અને તેથી કૃતિ આધારિત આ સ્પર્ધામાં પ્રતિષ્ઠિત કે નવોદિત જેવા કૃત્રિમ વિભાગો કરવામાં આવ્યા નથી.

વિશેષ સુચના: કુરીઅર કે પોસ્ટથી કૃતિ મોકલનારા સ્પર્ધકે સંસ્થાના સરનામા પર મોડામાં મોડી ૨૯મી ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ પહોંચતી કરવાની રહેશે. એ પછી આવેલી કૃતિઓ સ્વીકારવામાં આવશે નહીં. ઈ મેઈલ દ્વારા કૃતિ મોકલનાર સ્પર્ધકને વિનંતી કે તેઓ કૃતિ બે દિવસ પહેલાં મોકલે જેથી તેનાં પ્રિન્ટઆઉટ અને નકલો થઈ શકે.  

કૃતિ મોકલવાનું સરનામું :

સાહિત્ય સંસદ, સાન્તાક્રુઝ, c/o કનુભાઈ સૂચક,  
3 વિવેક, વિદ્યા વિનય વિવેક સોસાયટી,
૧૮૫ એસ. વિ. રોડ,
વિલેપાર્લે (પશ્ચિમ) મુંબઈ ૪૦૦૦૫૬

સંપર્ક: ૦૨૨ ૨૬૭૧૦૮૦૮ / ૦૯૮૭૦૦૦૭૩૭૧(India) 001 732 856 4093 (USA),

ઈ મેલથી મોકલવા માટે:
kanubhai.suchak@gmail.com,
vijaythakkar55@gmail.com,
kaushikamin@hotmail.com,                          
vipoolkalyani.opinion@btinternet.com

(9:04 am IST)